તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સઇજ ડબલ મર્ડર કેસ: 7 ટીમ રચી, 50ની પૂછપરછ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલનાસઇજ ગામના સિધ્ધનાથ મંદિરમાં મહંત દિપીપગીરી ગોસ્વામી અને પૂજારી ઇશ્વરદાનની તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી કરાયેલી નિર્મમ હત્યામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લઇ ડબલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ 7 તપાસ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. તો કેસમાં 50થી વધુ શકમંદોની પૂછરપછ કરાઇ છે.

મંદિરના મહંત અને પુજારીની ઘાતકી હત્યામાં મંદિરમાંથી કાઢી મુકાયેલા પરપ્રાંતના દિપક અને પ્રદિપે હત્યાને અંજામ આપ્યો હોવાની પાકી શંકા છે.આ ઉપરાંત તાલુકા પોલીસે 50થી વધુ શકમંદોની અટકાયત કરી તેમની ઘનિષ્ઠ પૂછપરછ આદરી હતી. પરંતુ હજુ સુધી હત્યારાઓ સુધી લઇ જતી કોઇ કડી પોલીસના હાથમાં આવી નથી. મંદિરની અંદરના રૂમનુ તાળુ ખોલી અંદર ઘુસેલા હત્યારાઓએ કુહાડી, કોદાળી અને દાતરડા જેવા હથિયારોના ઘા જીંકી ઠંડા કલેજે બે લાશો ઢાળી દઇ મંદિરની કાર લઇને રફૂચક્કર થઇ ગયા હોવાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચાવી મૂકી છે.

કલોલ ડીવાયએસપી અતુલ બારોટે જણાવ્યું કે હત્યાના બનાવ બાદ નાસી છૂટેલા દિપક અને પ્રદિપ પ્રાથમિક તપાસમાં સંકાના દાયરામાં આવી ગયા છે. તેમને ઝડપી લેવા માટે ખુબ ઝડપથી ચક્રો ગતિમાન કરાયા છે. તે માટે એક ટીમને એમ.પીમાં રવાના કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...