પેજ-07નું અનુસંધાન...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મામલેયોગ્ય તપાસ કરી તાત્કાલિક અહેવાલ મોકલી આપવા કડી તાલુકા શિક્ષણ નિરીક્ષકને જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી છે.

કડી તાલુકાના નાનીકડી સ્થિત ઇન્દિરાનગરમાં રહેતા રાજુભાઇ ઠાકોરનો પાંચ વર્ષનો એકનો એક પુત્ર અંકિત ગુરૂવારે સવારે 10-50 કલાકે માતા ભીખીબેનની આંગળી પકડી સ્કૂલે આવ્યો હતો. અન્ય બાળકો પ્રાર્થના માટે બહાર એકઠા થયા હોવાથી ધોરણ-1માં ભણતો અંકિત દફતર મુકવા વર્ગખંડમાં ગયો હતો. સમયે અહીં રાખેલું અંદાજે 100 કિલો વજનનું લાકડાનું ટેબલ પડતાં કરૂણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે કડી પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ગોઝારી ઘટનાને પગલે શિક્ષણ જગતમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી એચ.એલ.રાવલે મામલે વિગતે અહેવાલ તૈયાર કરવા કડી તાલુકા કેળવણી નિરીક્ષક આનંદીબેન મોહનિયાને તાકીદ કરતાં શુક્રવારે સ્થળની મુલાકાત લઇ સ્ટાફ સહિતના નિવેદન લીધા હતા. જોકે કોની બેદરકારીથી ઘટના સર્જાઇω જવાબદાર કોણω સહિતની વિગતો સાથે સત્વરે અહેવાલ મોકલી આપવા કહેવાયું છે. શનિવારે તપાસ અહેવાલ રજૂ કરાશે એવું કચેરી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

બનાવથીડરી ગયેલા વિદ્યાર્થીઓની શાળામાં પાંખી હાજરી

નાનીકડીપ્રા.શાળામાં લાકડાનું કબાટ પડાવથી સાડા પાંચ વર્ષિય અંકિત ઠાકોરનું સારવાર પૂર્વે મોત નીપજતાં શાળા પરિવારમાં શોક વ્યાપ્યો છે. બનાવથી ડરી ગયા હોય તેમ શુક્રવારે વિદ્યાર્થીઓએ શાળામાં આવવાનું ટાળતાં પાંખી હાજરી રહી હતી. શાળના શિક્ષકો પણ બનાવને લઈ શોકમગ્ન જણાયા હતા.