તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રેતીચોરીમાં ઝડપાયેલ ડમ્પર માલિકને ‌‌~ 50 હજારનો દંડ

રેતીચોરીમાં ઝડપાયેલ ડમ્પર માલિકને ‌‌~ 50 હજારનો દંડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરપાસે આવેલ સાબરમતી નદીમાંથી ગેરકાયદે રેતી ભરીને જતાં ઝડપાયેલ ડમ્પરના માલિકને ખાણ ખનિજ વિભાગે રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

સાબરમતી નદી કિનારે આવેલા રામપુરા, ધનપુરા, ગઢડા સહિતના ગામોમાં રાત્રિથી સવાર સુધી બેરોકટોક રેતીચોરી થતી હોવાની ફરિયાદોના પગલે સોમવારે જિલ્લા ખાણ ખનિજ વિભાગના અધિકારી જે.પી.સંઘવી અને માઇન સુપરવાઇઝર અર્પણ અઠીલાની ટીમે રેડ કરી હતી. પણ અગાઉથી રેતીચોરી કરનારાઓને જેની જાણ થતા રેતી ઉલેચવા માટે વપરાતા જેસીબી મશીન...અનુસંધાન પાન-8

સહિતનાસાધનો સાબરકાંઠાના ગરેડ ગામની હદ સુધી લઈ જઈ ભાગી છૂટ્યા હતા. ત્યારે સમયે ધનપુરા ગામેથી 20 ટન રેતી ભરી પસાર થતા ડમ્પરના ચાલકને ઝડપી લીધો હતો. ડમ્પરને સીઝ કરી મામલતદાર કચેરીએ મૂકી ખેડા જિલ્લાના કઠલાલના ડમ્પર માલિક સોલંકી મહેન્દ્રસિંહ ઉદેસિંહને રૂ.50 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે બે દિવસ અગાઉ પણ ખાણ ખનિજની ટીમે 10 ટન રેતીચોરીમાં ઝડપાયેલ કડી તાલુકાના રાજપુર ગામના ટ્રક માલિક હિમાંશુ પટેલને 25 હજાર રૂ.નો દંડ ફટકાર્યો હતો. ખાણ ખનિજ વિભાગ દ્વારા દંડની કાર્યવાહીના પગલે રેતી ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.