• Gujarati News
  • પાલનપુરના પટોસણની મહિલાનું મોત, મહેસાણાની બે અને કડીના માથાસુરની એક મહિલાને પણ સ્વાઇન ફલૂ પોઝિટ

પાલનપુરના પટોસણની મહિલાનું મોત, મહેસાણાની બે અને કડીના માથાસુરની એક મહિલાને પણ સ્વાઇન ફલૂ પોઝિટિવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉ.ગુ.ની વધુ એક મહિલાને સ્વાઇન ફલૂ ભરખી ગયો

હેલ્થ રિપોર્ટર.મહેસાણા, પાલનપુર, હિંમતનગર, પાટણ, ખેડબ્રહ્મા

ઉત્તરગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર હજુ યથાવત રહ્યો છે. પાલનપુરના પટોસણ ગામની મહિલાએ બુધવારે રાત્રે અમદાવાદ સિવિલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે મહેસાણામાં બે અને કડીના માથાસુરની એક સહિત ત્રણ મહિલાઓને સ્વાઇન ફલૂ પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. ઉપરાંત, પાલનપુર સિવિલમાં ત્રણ, તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના ગાડુ ગામની મહિલા અને અરવલ્લીના માલપુર તાલુકાના મોરડુંગરી ગામની બાળકી પણ સ્વાઇન ફલૂમાં સપડાતાં અમદાવાદ ખાતે સારવાર માટે મોકલાયા હતા. પાટણની અેક મહિલાને પણ સ્વાઇન ફલૂ પોઝિટિવ જણાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

પાલનપુર તાલુકાની પટોસણ ગામની મહિલાને સ્વાઇન ફલૂના લક્ષણો જણાતાં અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં બુધવારે રાત્રે તેણીનું મોત નિપજયું હતું. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં બુધવાર અને ગુરુવાર એમ બે દિવસમાં કુલ 16 નવા દર્દીઓ અાવ્યા હતા. જે પૈકી રાજસ્થાનના બે અને પાલનપુરનો એક એમ કુલ ત્રણ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મહેસાણાના પરા વિસ્તારમાં રહેતી 45 વર્ષની મહિલાને સ્વાઇન ફલૂના લક્ષણો જણાતાં સારવાર માટે અમદાવાદ ખસેડાઇ હતી. જ્યાં તેમને સ્વાઇન ફલૂ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જ્યારે મહેસાણાથી ....અનુસંધાનપાન-8

દેલાતરફ જવાના માર્ગે આવેલ નવી દેલા વસાહતમાં 55 વર્ષના અાધેડ મહિલાને પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ હોવાનું નિદાન થતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાઇ હતી. ઉપરાંત કડી તાલુકાના માથાસુર ગામની 35 વર્ષની મહિલાને પણ અમદાવાદ સિવિલમાં ખસેડાઇ હતી. એક સાથે ત્રણ મહિલાઓને સ્વાઇન ફલૂ પોઝિટિવ હોવાનું નિદાન થતા આરોગ્ય વિભાગ ચોંકી ગયો હતો અને દર્દીની નજીકના પરિવારજનોમાં દવા વિતરણ અને વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરાઇ છે.

પાટણના સારથી નગર સોસાયટીમાં રહેતા 45 વર્ષના મહિલાને પણ સ્વાઇન ફલુ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

સાબરકાંઠા-અરવલ્લીમાં પણ માથું ઊંચક્યું

મોરડુંગરીની બાળકીને અમદાવાદ ખસેડાઇ

અરવલ્લીજિલ્લાનામાલપુર તાલુકાના મોરડુંગરી ગામની સાત વર્ષની બાળકી છેલ્લા કેટલાક દિવસોથી તાવ, શરદી અને ઉધરસથી પીડાતી હતી. જેથી તેને સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં લોહીનું પૃથ્થકરણ કરાતાં સ્વાઇન ફલૂના લક્ષણો જણાતાં બુધવારે સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાઇ હતી.

ગાડુગામની મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ

ખેડબ્રહ્માતાલુકાનાગાડુ ગામની 65 વર્ષની મહિલા છેલ્લા કેટલાક દિવસોથી બીમારીમાં સપડાયા હતા. જેથી પરિવારજનોએ તેમને ઇડરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં તેમના લોહી અને ગળફાના નમૂનાનું પૃથ્થકરણ કરાતાં તેણીને સ્વાઇન ફલૂ થયો હોવાનું નિદાન થયું હતું. જેથી મહિલાને બુધવારે વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમે ગુરુવારે ગામમાં સર્વે હાથ ધરતાં અન્ય કોઇને સ્વાઇનફલુ થયો હોવાનું જણાયું હતું.

જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનિષ ફેન્સીએ જણાવ્યુ કે ગામડાઓ તથા શહેરી વિસ્તારોમાં શરદી, ખાંસી, તાવના દર્દીઓ ઉપર ખાસ નજર રખાય છે. દર્દીઓના સગાઓને પણ ખાસ તબીબી સુવિધા અપાઇ રહી છે.

સ્વાઇન ફ્લૂએ 2009માં 24 વ્યક્તિઓનો ભોગ લીધો હતો

બનાસકાંઠા જિલ્લો

વર્ષપોઝિટિવમોત

20093011

2013145

2015133

સાબરકાંઠા/અરવલ્લી

વર્ષપોઝિટિવમોત

200922

2013184

201561

પાટણજિલ્લો

વર્ષપોઝિટિવમોત

2009128

201341

2015123

મહેસાણાજિલ્લો

વર્ષપોઝિટિવમોત

2009133

2013237

2015194