• Gujarati News
  • વડિયામાં ધણખંૂટને હડકવા ઉપડતા 5 લોકોને ઘાયલ કર્યા

વડિયામાં ધણખંૂટને હડકવા ઉપડતા 5 લોકોને ઘાયલ કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીયામાંરેઢીયાર ધણખુટને હડકવા ઉપડતા ધણખુટે બજારોમાં ધમાચકડી મચાવી દીધી હતી. ધણખુટે અહી પાંચ જેટલા લોકોને ઢીકે ચડાવતા નાની મોટી ઇજાઓ પહોંચી હતી. બજારોમાં થોડીવાર માટે લોકોમાં દોડાદોડી મચી ગઇ હતી. જો કે ગુરૂવારે બપોરના સુમારે ધણખુટનુ મોત નિપજયુ હતુ.

વડીયામા ગઇકાલે સાંજના સુમારે સુરગપરા જુના બસ સ્ટેન્ડ પાસે એક રેઢીયાર ઢોરને હડકવા ઉપડી ગયો હતો. ધણખુટે અહીની બજારોમાં આમથી તેમ દોડાદોડ કરી મુકી હતી. ધણખુટે અહીથી પસાર થતા પાંચ જેટલા લોકોને ઢીકે ચડાવતા તમામને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.