• Gujarati News
  • ગાંધીનગરશહેરમાં થોડા દિવસોની શાંતિ બાદ નવરાત્રીનાં દિવસોમાં ફરી ચેઇન

ગાંધીનગરશહેરમાં થોડા દિવસોની શાંતિ બાદ નવરાત્રીનાં દિવસોમાં ફરી ચેઇન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરશહેરમાં થોડા દિવસોની શાંતિ બાદ નવરાત્રીનાં દિવસોમાં ફરી ચેઇન સ્નેચરો પંજો ફેલાવવા લાગ્યા છે. શનિવારે સેકટર 24માં રહેતી ગૃહીણી સેકટર 23ની લગ્ન વાડી પાસેથી બાળકને સ્કુલે મુકીને પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે શખ્સો તેણીનાં ગળામાંથી રૂ. 25000ની કિંમતનો સોનાનો દોરો તોડીને ફરાર થઇ ગયા હતા. સેકટર 21 પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે.

નવરાત્રીનાં ત્રિજા નોરતે ધોળા દિવસે ચેઇન સ્નેચીંગની વધુ એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહીતીનુંસાર શહેરનાં સેકટર 24માં આવેલા સહયોગ ફ્લેટ ખાતે રહેતા જશુબેન શિવરામભાઇ ચૌધરી શનિવારે કડી સ્કુલે બાળકને મુકીને ઘરે પરત જવા નિકળ્યા હતા. જશુબેન સેકટર 23ની લગ્ન વાડી પાસેથી બપોરે 12.30 વાગ્યાની આસપાસ પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી બાઇક પર આવેલા 25થી 30 વર્ષનાં આશરાનાં બે યુવાનો જશુબેનના ગળામાંથી રૂ. 25000ની કિંમતનો સોનાનો દોરો તોડીને ફરાર થઇ ગયા હતા. જશુબેને ઘટના અંગે સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે દિશામાં તપાસ હાથ ધરી છે.

સેકટર 23 પાસેથી મહિલાનો સોનાનો દોરો તુટ્યો