ભાન્ડુમાં નજીવી બાબતે પિતા-પુત્ર પર હુમલો
ભાન્ડુમાં નજીવી બાબતે પિતા-પુત્ર પર હુમલો
વિસનગર:વિસનગરના ભાન્ડુમાં રહેતા સલાટ કપુરભાઇ અમરાભાઇ તેમના પુત્ર શિવાભાઇ સાથે શુક્રવારે ઘરે જઇ રહ્યા હતા ત્યારે ગામના સલાટ વાઘાજી ગાંડાજી, સલાટ વિપુલભાઇ કપુરભાઇ અને કાજલબેને આવીને મારી દિકરીને કેમ દુ:ખ આપો છો તેમ કહીં અપશબ્દો બોલી તકરાર કરતાં ઉશ્કેરાઇ ગયેલા વાઘાજીએ ધોકા વડે માર માર્યો હતો. અંગે કપુરભાઇએ વિસનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કડીમાંથી ~23170ની મત્તા સાથે ત્રણ જુગારી ઝબ્બે
કડી:કડીના કસ્બામાં આવેલા ભાગતવાડામાં શુક્રવારે રાત્રે બાતમીના આધારે કડીના પીએસઆઈ ડી.એન.પટેલ સહિત સ્ટાફે ઓચિંતી રેડ કરી હતી. જેમાં જાહેરમાં જુગાર રમતા પઠાણ આરીફખાન અયૂબખાન, મહંમદસફી મહમદસા અને રફીકખા અહેમદખા રૂ.23170ની મત્તા સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.