તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • દલિતસમાજની રેલીને પગલે મહેસાણા એસટી ડિવીઝને પોતાના 11 પૈકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતસમાજની રેલીને પગલે મહેસાણા એસટી ડિવીઝને પોતાના 11 પૈકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દલિતસમાજની રેલીને પગલે મહેસાણા એસટી ડિવીઝને પોતાના 11 પૈકી પાંચ ડેપોની બસ દિવસભર જ્યારે 6 ડેપોની બસને બપોર સુધી સ્થગિત રાખી હતી. ડિવીઝનની 50ટકા બસ બંધ રહેતા રોજીંદા મુસાફરોને મુશ્કેલી પડી હતી જ્યારે કેટલીક બસને નિયત સ્થળે પહોંચે તે પહેલા નજીકના ડેપોમા મુકાવી દેતા મુસાફરો અધવચ્ચે અટકી પડ્યા હતા.

ડિવીઝને બુધવારે દિવસભર પાટણ, ઉંઝા, મહેસાણા, કડી અને બેચરાજી અનુસંધાનપાના નં-8

સહિતનાપાંચ ડેપોનુ મહત્તમ સંચાલન બંધ રાખ્યુ હતુ જ્યારે ખેરાલુ, વડનગર, વિસનગર, હારિજ, કલોલ અને ચાણસ્મા ડેપોનુ મોટાભાગનુ સંચાલન બપોર સુધી બંધ રાખ્યા બાદ 5 વાગ્યાના અરસામા અસરગ્રસ્ત વિસ્તાર સિવાયના રૂટો રાબેતામુજબ શરૂ કરી દેવામાં આવ્યા હતા. સવારથી જે બસ ઓનરોડ હતી તેમાં આગળના સ્ટેશને કોઇ બનાવ બનવાની સંભાવના ઉભી જતા ડિવીઝને બસને નજીકના ડેપોમા મુકાવી દીધી હતી, જેને પગલે મુસાફરો અધવચ્ચે અટકી પડ્યા હતા. ડિવીઝનની 50 ટકા બસના પૈડા થંભી જવાથી એસટીને લાખો રૂપિયાનુ નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો