તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • ત્રણ લબર મુછીયા ચેઇન સ્નેચરોએ ચેઇન સ્નેચીંગની કબુલાત કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ લબર મુછીયા ચેઇન સ્નેચરોએ ચેઇન સ્નેચીંગની કબુલાત કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજાપુરનાઆનંદપુરા ચોકડી પર નંબર પ્લેટ વિનાના બાઇક સાથે મહેસાણા એસઓજીના હાથે ઝડપાયેલા 3 લબર મુછીયા રીઢા ચોરોએ વિજાપુર સહિત 6 મહિલાઓના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરી હોવાની કબુલાત કરતા તપાસનો દોર લંબાવ્યો છે.

મહેસાણા જિલ્લા પોલીસવડા ચૈતન્ય મંડલીકે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અસરકારક કામગીરી કરવા આપેલી સૂંચના અંતર્ગત મહેસાણા એસઓજી પીઆઇ જે.એસ.ચાવડા,પીએસઆઇ વાય.એમ.બેલીમ અને સ્ટાફના માણસો મંગળવારે વિજાપુર નજીક આનંદપુરા ચોકડી તરફ પેટ્રોલીગમા હતા તે સમયે અહીથી નંબર પ્લેટ વિનાના બાઇક પર જઇ રહેલા 3 યુવકો શંકાસ્પદ જણાતા તેઓને અટકાવી પુછપરછ કરી હતી.

જેમાં તેઓ અનિલ ઉર્ફે બુચીયો બાલુસિંહ ભોપાજી મકવાણા રહે.નાવાપુરા.તા.પ્રાંતિજ,ચીરાગ નરેશભાઇ ભોઇ રહે.પ્રાંતિજ,ભોઇવાસ,અલ્પેશ ઉર્ફે અલ્પો ચંદુભાઇ રાવળ રહે.પ્રાતિજ.રાવળવાસના હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.પોલીસે કરેલી કલાકોની પુછપરછને અંતે ચિરાગે ત્રણે રીઢા ચોરો સાથે મળી વિજાપુર , માણસા, હિંમતનગરના મોતીપુરા સહિત કુલ 6 ચેઇન સ્નેચીગ કર્યાની કબુલાત કરતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો હતો.

> ગત 20 જુનના સાંજે 7.30 કલાકે માણસા મકાખાંટ રોડ થી માણા રોડ પર મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ ચલાવી હતી.

> આજથી વીસ દિવસ પૂર્વે વિજાપુર આનંદપુરા ચોકડીથી મહેસાણા તરફ બાઇક પર જઇ રહેલી મહિલાના ગળામાંથી સોનાનો દોરો લૂંટ્યો હતો.

> અમદાવાદના ઇસનપુરમા વિશાલનગર ખાતે પતિ સાથે ચાલતી જઇ રહેલી મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરી હતી.

> 6 મહિના પૂર્વે સાંજે 7.30 કલાકે હિંમતનગર મોતીપુરા માહિનગર જવાના રસ્તે રાહદારી વૃધ્ધાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરી હતી.

> ગત 4 ફેબ્રુઆરી,2016ના રાત્રે 8.15 કલાકે તલોદમા પારસ સોસાયટીના નાકે રોડ પર મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહી હતી તે સમયે બાઇક પર ગયેલા અલ્પેશે અન્ય સાથે મળી તેણીના ગળામાંથી સોનાનો દોરો લૂંટ્યો હતો.

ચોરોએ કરેલી લૂંટની કબૂલાત

>આજથી 1 વર્ષ પૂર્વે સાંજના આશરે 9 કલાકે પ્રાંતિજ રેલવે સ્ટેશન પાસેથી ચાલતી જઇ રહેલી 3 બહેનો પૈકી એકનો દોરો અલ્પેશે લૂંટયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો