તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીમાં સજ્જડ બંધ, બસ પર પથ્થરમારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બુધવારેસવારથી કડીના વેપારીઓએ રાબેતા મુજબ ઘંધા- રોજગાર શરૂ કરી દીધા હતા. ત્યારે સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્ય રમેશભાઇ ચાવડાની આગેવાનીમાં દલિત યુવકોના ટોળાએ આંબેડકર ચોક, ગાંધીચોકમાં વેપારીઓને દુકાનો બંધ કરાવી બંધના એલાનમાં જોડાવવા ફરજ પાડી હતી. અપૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચેે ધારાસભ્ય સહિત દલિત આગેવાનો, યુવાનોએ સ્ટેશન રોડ, દેત્રોજ રોડ, માર્કેટયાર્ડ રોડ પર દુકાનો બંધ કરાવી એલાનને સફળ બનાવ્યું હતું. કડી એસટી ડેપો પણ બંધ કરાવાયો હતો. પરંતુ 11.30 કલાકે કડી-થોળ-અમદાવાદ વાળી બસ મુસાફરો ભરીને કડી માર્કેટયાર્ડના પાછળના રસ્તેથી પસાર થતી હતી ત્યારે તોફાની ટોળાએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી નાખતાં બજારમાં હોબાળો મચી ગયો હતો. જ્યારે ગાંધીચોક અને હાઇવે વિસ્તારમાં ટાયરો સળગાવાતાં પોલીસે ટોળાને વિખેર્યું હતું.

કડી- થોળ- અમદાવાદની બસ ઉપર દલિતોના તોફાની ટોળાએ પથ્થરમારો કરી કાચ તોડી નાખતાં મુસાફરો ગભરાઇ ગયા હતા. તસવીર- નવિન પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો