તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • શહેરમાં 200થી વધુ દલિત યુવાનો દુકાનો બંધ કરાવવા રસ્તા પર ઉતરી આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં 200થી વધુ દલિત યુવાનો દુકાનો બંધ કરાવવા રસ્તા પર ઉતરી આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણામાંદલિત સમાજે બુધવારે બપોરે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. જ્યારે બંધના એલાન છતાં રાબેતા મુજબ ખુલેલી દુકાનો બંધ કરાવવા બાઇકો લઇને નીકળેલા દલિત યુવાનોએ નગરપાલિકામાં જનસેવા કેન્દ્ર અને હાઇવે પર પ્રભુ કોમ્પલેક્ષ સ્થિત મારવાડી ફાયનાન્સ અને ખોડિયાર ટ્રાવેલ્સની ઓફિસ પર પથ્થરમારો કરતાં તંગદિલી સર્જાઇ હતી. જ્યારે કેટલીક જગ્યાઅે દુકાનો બંધ કરવાના મુદ્દે વેપારીઓ અને યુવાનો વચ્ચે શાબ્દીક ઘર્ષણ થયું હતું. શહેરના મુલ્કીભવન, ફુવારા વિસ્તાર, મોઢેરા ચોકડી, રાધનપુર ચોકડી પર ચક્કાજામ કરાતાં એક કલાક સુધી ટ્રાફિક અટવાયો હતો.

બુધવારે દલિત સમાજે આપેલા ગુજરાત બંધના એલાન વચ્ચે શહેરમાં સવારથી રાબેતા મુજબ દુકાનો ખુલતાં દલિત સમાજના 200થી વધુ યુવાનો બપોરે 11 વાગે સોમનાથ રોડથી દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. જેમાં પ્રથમ મુલ્કી ભવનની બહાર કરાયેલા ચક્કાજામને પગલે જિલ્લા કલેકટર કચેરીથી મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર ...અનુસંધાનપાન-8

સુધીનોબંને બાજુનો માર્ગ લગભગ 40 મિનિટ સુધી જામ રહ્યો હતો. ત્યાર બાદ આંબેડકરની પ્રતિમાને પુષ્પ ચઢાવી કેટલાક યુવાનો નગરપાલિકામાં ઘૂસી ગયા હતા અને જનસેવાકેન્દ્રમાં તોડફોડ કરી તોરણવાળી માતાના ચોકમાં ખુલ્લી દુકાનો બંધ કરાવી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયેલા દલિત યુવાનો બી.કે. રોડ પરની દુકાનો બંધ કરાવતાં મોઢેરા ચોકડી પહોંચ્યા હતા. અહીં ચોકડી પર બાઇકો પાર્ક કરી સૂત્રોચ્ચાર સાથે માર્ગ પર સૂઈ જતા ચારે દિશામાં અડધો કલાક સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યાર બાદ આગળ વધેલી રેલીમાં જોડાયેલા યુવાનો દુકાનો બંધ કરાવી રહ્યા હતા તે સમયે હાઇવે પર શહેર પોલીસ સ્ટેશનથી કેટલેક અંતર દૂર પ્રભુ કોમ્પલેક્ષમાં મારવાડી ફાયનાન્સ અને ખોડિયાર ટ્રાવેલ્સની ઓફિસ બંધ કરાવવા થયેલા પથ્થરમારાને પગલે તંગદિલી સર્જાઇ હતી. જેમાં યુવાનોએ ઓફિસમાંથી પથ્થર મારનારને બહાર લાવો તેવી જીદ સાથે માર્ગ પર બેસી ગયા હતા. અડધો કલાક સુધી ચાલેલા વિવાદ વચ્ચે ઉશ્કેરાયેલા યુવકોએ અહીં પાર્ક કારના કાચ ફોડી નાખ્યા હતા. એક સમયે પોલીસ અને યુવાનો વચ્ચે શાબ્દીક ટપાટપી થઇ હતી. રાધનપુર રોડ પર દલિતોએ દુકાનો બંધ કરાવી બંને બાજુના માર્ગો પર અડધો કલાક સુધી કરેલા ચક્કાજામે વાતાવરણ ગરમ કર્યુ હતું. નોંધનીય છે કે, ફાયનાન્સની ઓફિસ પર થયેલા પથ્થરમારાની ઘટનાના અડધો કલાક બાદ કેટલાક દલિત યુવાનો પુન: અા ઓફિસે પહોંચી તોફાન કરે તે પહેલાં પહોંચેલી પોલીસે તેમને અટકાવી ફાયનાન્સ ઓફિસના એક કર્મચારીને પોલીસ મથક લઇ જતાં મામલો થાળે પડ્યો હતો.

કોંગ્રેસનો ઘડો લાડુ થઇ ગયો

દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં કોંગ્રેસ સાથે મળીને દલિતો આવેદનપત્ર આપશે તેવી થયેલી જાહેરાતને પગલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિર્તીસિંહ ઝાલા સહિતના શહેર અને તાલુકાના આગેવાનો તોરણવાળી માતાના ચોકમાં ભેગા થયા હતા. જોકે, રેલી સ્વરૂપે આવેલા દલિત યુવાનોએ કોંગ્રેસના ખેસ કાઢીને રેલીમાં જોડાવાની વાત કરતાં કેટલાક કોંગીઓ ખસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો