તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • 83.50 લાખની છેતરપિંડી : રિલાયન્સ સ્ટોર પાલનપુરના સંચાલક સહિત 2ની ધરપકડ

83.50 લાખની છેતરપિંડી : રિલાયન્સ સ્ટોર પાલનપુરના સંચાલક સહિત 2ની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંધસીમ કાર્ડના ખોટા દસ્તાવેજ બનાવી પાલનપુરના રિલાયન્સ સ્ટોરમાં નવું સીમ કાર્ડ મેળવી તેનો દુરપયોગ કરી નેટ બેન્કીંગ મારફતે 83.50 લાખનો છેતરપિંડી કરવા મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચે પાલનપુરના બે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ કમીશ્નર મનોજ શશીધરના આદેશથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ટેકનીકલ સોર્સ આધારે તેમજ બાતમીદારો થકી અંગે સતત કાર્યરત રહી તપાસ કરતા પાલનપુર ખાતેથી ફરીયાદીના ખોટી રીતે તૈયાર કરેલ ડોક્યુમેટ્સ તેમજ ફોટો રજુ કરી સીમકાર્ડ લઈ જનાર બે ઈસમો સંબધે તપાસ કરાવતા ફરી.ના નામના ખોટી રીતે ડોક્યુમેંટ રજુ કરી સીમકાર્ડ મેળવનાર સોયબ ઉર્ફે ગાંડો બસીરભાઈ ચૌહાણ રહે.બાગે સુકુન સોસા. જામીયા મસ્જીદ પાસે ગામ કાણોદર તા. પાલનપુર જી.બનાસકાંઠા નાનો તેમજ તેનો બનેવી જમીર મુનીર સૈયદ રહે.અમન મંજીલ પાલનપુર સ્ટેશન પાસે હોવાની બાતમી મળતાં રેડ કરી પકડી લીધા હતા.

ગુનામા સંડૉવાયેલ આરોપીઓએ ખોટી રીતે તૈયાર કરેલ ડોક્યુમેંટ રીલાયન્સ સ્ટોર પાલનપુર ખાતે રજુ કરી ફરીયાદીના નામનુ સીમકાર્ડ મેળવેલ હોય ડોક્યુમેંટ કોઇ પણ ખાત્રી તપાસ કે ચકાસણી કર્યા વગર સીમકાર્ડ આપનાર પાલનપુર ખાતેના રીલાયંસ સ્ટોરના સંચાલક જયકુમાર બાબુલાલ પટેલ રહે.૩/અર્બુદાનગર હાઉ. સોસા. સુખબાગ રોડ પાલનપુર આવી દીધા હતા. તપાસ દરમ્યાન સીમકાર્ડ મેળવનાર બે આરોપીઓ પૈકીનો આરોપી સોયબ ઉર્ફ ગાંડો બસીરભાઇ ચૌહાણ તેમજ રીલાયન્સ સ્ટોરના સંચાલક જયકુમાર બાબુલાલ પટેલની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બનાસકાંઠામાંથી અટકાયત કરી હતી.

બંધ સીમ ચાલુ કરી ઠગાઇનો કેસ, વડોદરા ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...