તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલોડામાં તલાટીનો વિદાય સમારંભ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલોડાગામમા છેલ્લા બાર વર્ષથી તલાટી તરીકે ફરજ બજાવતા બાબુલાલ પટેલનો ગુરૂવારે વિદાય સમારંભ કડી અલદેસણ રોડ સ્થિત માલજી ભગતના મંદિરે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત ઝાલોડાના અગ્રણીઓ અને તલાટીઓની ઉપસ્થિતીમાં યોજાયો હતો. વિદાય સમારંભમાં ગામ લોકોના અનહદ પ્રેમથી ભાવૂક થઈ જતા તલાટીની આંખોમા આંસુ સરી પડ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને કોંગ્રેસના કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર બંન્ને કડી તાલુકાના વતની છે. રાજકીય ક્ષેત્રે અગ્રેસર કડી તાલુકાનુ ઝાલોડા બળદેવજી ઠાકોરનુ ગામ. જે ગામમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવવી એટલે તલવારની ધાર પર ચાલવુ. બંન્ને રાજકીય પક્ષોની તીક્ષ્ણ નજર પર રહેતા ઝાલોડા ગામમાં તલાટી તરીકે બાર વર્ષ સુધી ફરજ બજાવી ગામ લોકો અને અગ્રણીઓનો પ્રેમ સંપાદિત કરવો એજ સાચી નિષ્ઠા અને કામ પ્રત્યેની વફાદારી બતાવે છે. ત્યારે બાર બાર વર્ષથી ઝાલોડામાં તલાટી તરીકે ફરજ બજાવતા બાબુલાલ પરસોત્તમદાસ પટેલ હાલમાં વય નિવૃત થતા તેમનો વિદાય સમારંભ કડી અલદેસણ રોડ સ્થિત માલજી ભગતના મંદિરે ગુરૂવારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. પ્રસંગે ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ઝાલોડાના ગ્રામજનોએ સોના ચાંદીની ભેટ સોગાદો આપી શાલ ઓઢાડી ગામના નિષ્ઠાવાન અને કર્તવ્યનિષ્ઠ તલાટીને ભાવવિભોર બની ભીની આંખે વિદાય આપતા ધારાસભ્ય સહિતના લોકો ગળગળા થઈ ગયા હતા.આ પ્રસંગે વય નિવૃત થતા અન્ય તલાટીઓનુ પણ ધારાસભ્યે શાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ. પ્રસંગે ઝાલોડાના સરપંચ માલાજી ઠાકોર,તલાટી મંડળના પ્રમુખ નરેન્દ્રભાઈ બારોટ,તલાટી મંડળના અગ્રણીઓ ભરતભાઈ પટેલ, પૂર્વ તલાટી એ.કે.પટેલ સહિત અગ્રણીઓ ગ્રામજનો માટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...