• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • સુંદરપુરીમાંથી ટુ વ્હીલર ચોરતા બે ટેણિયા ચાર એક્ટિવા સાથે પકડાયા

સુંદરપુરીમાંથી ટુ વ્હીલર ચોરતા બે ટેણિયા ચાર એક્ટિવા સાથે પકડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ પોલીસે બાતમીના આધારે પકડી પાડી વાહન, રોકડ મળી કુલ 1.10 લાખનો મુદામાલ કર્યો કબજે

{ આજે ગુના કામે ડિટેઇન કરી બન્નેને રિમાન્ડ હોમમાં મોકલી દેવાશે

ક્રાઇમ રિર્પોટર. ગાંધીધામ

ગાંધીધામનાડિવિઝન પોલીસે શહેરના સુંદરપુરી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં એક્ટિવા લઇને પસાર થતાં બે ટાબરિયાને ઝડપી પાડ્યા હતા, જેની પૂછપરછ કરતાં એક પછી એક ચાર એક્ટિવા કાઢી આપ્યા હતા. પોલીસે ચાર સ્કૂટર, બે મોબાઇલ અને રોકડ મળી કુલ 1.10 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. બન્ને ટાબરિયાની પૂછપરછમાં બે ગાંધીધામમાંથી ઉઠાવ્યાની કબૂલાત આપી હતી, જ્યારે અન્ય બે ક્યાંથી ઉપાડ્યા તેની તપાસ ચાલુ છે. હાલ તો પોલીસે બન્ને સગીર હોવાથી છોડી મૂક્યા હતા. આજે ગુના કામે તેને ડિટેઇન કરી બાળ રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવશે.

ડિવિઝન પોલીસનો કાફલો મંગળવારે સવારે સમયે સુંદરપુરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે બે ટાબરિયા એક્ટિવા પર ફૂલસ્પીડે પસાર થયા હતા, જેથી પોલીસે બન્નેને અટકાવી લાઇસન્સ અને વાહનના કાગળો માગ્યા હતા, પરંતુ બન્ને ગલ્લા-તલ્લા કરવા લાગતાં પોલીસમથકે લઇ આવ્યા હતા, જ્યાં તેની પૂછપરછ કરતાં સગીર હોવાનું માલૂમ પડ્યું હતું, જેથી પોલીસે તેને શાંતિથી સમગ્ર હકીકત આપવા સમજાવ્યા હતા. બાદમાં તો બન્ને પોપટની માફક પઢી ગયા હતા અને ચાર એક્ટિવા ઉપાડ્યાની કેફિયત આપી હતી, જેથી પોલીસ સુંદરપુરી બન્નેના ઘરે પહોંચી હતી અને ચારેય વાહનો કબજે લીધા હતા. પોલીસે સીઆરપીસી 102 મુજબ એક લાખની કિંમતના સ્કૂટર, ત્રણ હજારની કિંમતના બે મોબાઇલ અને 7 હજારની રોકડ મળી કુલ 1.10 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

ખરાબ સોબતે ચોરીના રવાડે ચઢાવ્યા

સૂત્રોનાજણાવ્યાઅનુસાર, બન્ને સગીરને બેસાડીને પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે બન્ને ટેણિયાને ખરાબ સોબત થઇ ગઇ હતી. જેની પાસેથી મોજશોખ પૂરા કરવા ચોરીના રવાડે ચઢી ગયાનું સામે આવ્યું છે.

ચારમાંથી બે સ્કૂટર ગાંધીધામમાંથી ઉઠાવ્યા : બાકી બેની તપાસ જારી

અન્ય સમાચારો પણ છે...