• Gujarati News
  • સિદ્ધપુરતાલુકાના મેત્રાણા ગામમાં એક શખ્સે મહિલાની ઈજ્જત લેવાનો પ્રયાસ

સિદ્ધપુરતાલુકાના મેત્રાણા ગામમાં એક શખ્સે મહિલાની ઈજ્જત લેવાનો પ્રયાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુરતાલુકાના મેત્રાણા ગામમાં એક શખ્સે મહિલાની ઈજ્જત લેવાનો પ્રયાસ કરતા કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોધાવાઈ હતી.

ગામના બાબુભાઇ જીવાભાઇ રબારી ગામમાં એક મહિલા સાથે આડો સબંધ ધરાવતા હોવાથી તેને મળવા માટે ગયા હતા ત્યારે ગામની અન્ય એક મહિલાએ ઠપકો આપતા બાબુએ હાથ પકડી ઇજ્જત લેવા પ્રયાસ કર્યો હતો.

બુમાબુમ કરતા વિક્રમ મોહનભાઇ રબારી, સંદીપ ઇશ્વરભાઇ અને બાબુભાઇ તેજાભાઇ રબારીએ મહિલા અને અન્ય લોકોને અપશબ્દો બોલી તકરાર કરતા કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોધાતાં પોલાસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મેત્રાણામાં મહિલાની ઇજ્જત લેવાનો પ્રયાસ