ભુજમાં કાર્બાઇડથી પકાવાતી 1600 કિલો કેરીનો નાશ કરાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યારેકેરીની મોસમ પૂર બહારમાં છે, ત્યારે તેને કાર્બાઇડથી પકાવીને વેચવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારી દ્વારા નિયમોને નેવે મૂકાતા હોવાનું જણાતાં રાજ્યભરમાં આવી કેરીનો નાશ કરવાની ઝુંબેશ ચાલી રહી છે, જેના પગલે ભુજમાં ફૂડ વિભાગે એપીએમસીમાં છાપો મારીને એક વેપારી પાસેથી 1600 કિલો કેરી પકડીને તેનો નાશ કર્યો હતો. કાર્યવાહીના પગલે કાર્બાઇડથી કેરી પકાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ફૂડ અધિકારી મુકેશ સરૈયાએ જણાવ્યું હતું કે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ફળફળાદિ માર્કેટમાં એ.કે. ફ્રૂટ નામની દુકાનમાં કરાયેલાં ચેકિંગ વખતે 1600 કિલો જેટલી કેરી પ્રતિબંધ હોવા છતાં કાર્બાઇડથી પકાવાતી હોવાનું જણાયું હતું, જેના પગલે જથ્થો જપ્ત કરીને તેનો નાશ કરાયો હતો અને જવાબદાર વેપારી સામે આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આગામી દિવસોમાં પણ કાર્બાઇડથી પકાવાતી કેરી સામે ઝુંબેશ ચલાવશે તેવું ફૂડ અધિકારીએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...