• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • જામીન પર છૂટેલા નારાયણની સ્ટર્લિંગના ડોક્ટરો સાથે ચર્ચા

જામીન પર છૂટેલા નારાયણની સ્ટર્લિંગના ડોક્ટરો સાથે ચર્ચા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતાનાઓપરેશન માટે જામીન પર છૂટેલા નારાયણએ મંગળવારે સ્ટર્લિંગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ માતાના ગરદન અને મણકાના ઓપરેશન અંગે હોસ્પિટલના ડોક્ટરો સાથે વાટાઘાટો કરવાથી લઇને હોસ્પિટલમાં રૂમની ફેસિલિટીનું નિરીક્ષણ કર્યું હતું.

સ્ટર્લિંગ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. નીખિલ લાલાએ જણાવ્યું હતું કે, નારાયણના માતા લક્ષ્મીદેવીને ગરદન અને કમરના મણકાની તકલીફ હોવાથી નારાયણએ મંગળવારે બપોરે પોલીસ બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલમાં આવ્યા હતા. તેમણે હોસ્પિટલના ડો. વાય.સી. શાહ સહિત અન્ય ડોક્ટરો સાથે ઓપરેશન અંગે વાટાઘાટો કરી હતી. જેમાં ખાસ કરીને તેમની માતાને ડાયાબિટીસ અને કાર્ડિયોલોજીને લગતી તકલીફ હોવાથી ક્યારે ઓપરેશન થઇ શકે અને ક્યારે દાખલ કરવા પડે તે અંગેની માહિતી મેળવી હતી.

જો કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નારાયણએ અંદાજે એક કલાક ડોક્ટરો સાથે માતાના ઓપરેશનને લગતાં પ્રશ્નો પૂછીને ઝીણવટભરી માહિતી મેળવી હતી. લક્ષ્મીદેવીને હોસ્પિટલમાં ક્યારે દાખલ કરવા અને સર્જરી કરવાનો નિર્ણય તેમના સગા દ્વારા લેવામાં આવશે.

હોસ્પિટલ આવતા પોલીસે કબજો સંભાળ્યો

માતાના સ્પાઈનકોડના ઓપરેશન માટે ત્રણ અઠવાડિયાના જામીન મળ્યા છે. મંગળવારે નારાયણને પોલીસ જાપ્તા હેઠળ સુરતથી અમદાવાદ લવાયો હતો. બપોરે સુરત પોલીસ નારાયણને સ્ટર્લિંગ હોસ્પિટલે લઇ આવ્યા હતા. સુરતથી 1 પીએસઆઈ, 4 પોલીસ કર્મી, 12 એસઆરપીના જવાનોની ટુકડી નારાયણને લઇ આવી હતી.

માતાના ઓપરેશન માટે સ્ટર્લિંગ પહોંચેલા નારાયણે હોસ્પિટલમાં રૂમની ફેસિલિટીનું નિરીક્ષણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...