તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રા.પં.ની ચૂ઼ંટણી : સભ્યમાં 856 સરપંચમાં 356 ફોર્મ ભરાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | મહેસાણા જિલ્લાની 405 ગ્રામપંચાયતની ચૂ઼ટણીમાં ઉમેદવારી કરવા ઉત્સુકોનો ત્રણ દિવસમાં સૌથી વધુ મંગળવારે તાલુકા પંચાયત અને મામલદાર કચેરીમાં ચૂ઼ટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ નોધાવા ઘસારો વધુ રહ્યો હતો. એક દિવસમાં જિલ્લાની વિવિધ ગ્રામપંચાયતોના સરંપચ બેઠકમાં 356 અને વોર્ડ સભ્ય બનવા 856 ઉમેદવારીપત્રો ભરાયા હતા.કચેરી સંકુલમાં સવારથી સાંજ સુધી સમર્થકો સાથેના ટોળાથી પંચાયતીરાજની ચૂ઼ંટણીનો ગરમાવો જામ્યો હતો.

જિલ્લાના 10 તાલુકામાં પંચાયતોની ચૂ઼ટણી લડવા ઉત્સુકો ફોર્મ મેળવા તેમજ ભરીને જમા કરાવવા લાગ્યા છે.જેમા મંગળવારે સૌથી વધુ મહેસાણા તાલુકામાં સરપંચમાં 68 અને સભ્યોના 250 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.આ ઉપરાંત સરપંચ બેઠકમાં મંગળવારે ઉઝામાં 14, કડીમાં 66, બેચરાજીમાં 41, જોટાણામાં 17, વિજાપુરમાં 51 , વિસનગરમાં 34, ખેરાલુમાં 23, વડનગરમાં 27 અને સતલાસણામાં 25 લોકોએ સરંપચની બેઠક પર ચૂ઼ટણી લડવા ફોર્મ નોધાવ્યા હતા. સોમવારે મહેસાણા મામલતદાર કચેરી સંકુલ આગળ કડવાસણાના ગ્રામજનોએ સમરસનો અબીલ ગુલાલ ઉડાવ્યો હતો.જોકે હજુ આગામી ગુરુવાર સુધી ફોર્મ નોધાવાની અવધી હોઇ ત્યારપછી ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો