તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • વિસનગરમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે પોલીસની કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગરમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે પોલીસની કાર્યવાહી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગરશહેર પોલીસે શહેરના ગંજબજાર અને કાંસા ચોકડી વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ ઉભા રહેતી ત્રણ રીક્ષાઓ સામે કાર્યવાહી હાથ ધરી તેમની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઇ પોલીસ કડક બનતાં આડેધડ ઉભા રહેતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

શહેર પોલીસ સ્ટાફે સોમવારના રોજ સાંજે શહેરના કાંસા ચોકડી તેમજ ગંજબજાર વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કાંસા ચોકડી વિસ્તારમાં રીક્ષા નં. જી.જે.02.વાય.વાય.1622 લઇ ઉભેલ ચાલક ઠાકોર મહેશજી વિઠાજી, ગંજબજાર વિસ્તારમાં રીક્ષા નં. જી.જે.01.ડી.યુ.7786ના ચાલક ચૌહાણ અઝરૂદીન કુતુબુદીન અને રીક્ષા નં. જી.જે.01.બી.એક્સ.4025ના ચાલક ઓડ યુસુફભાઇ બાદરભાઇ સામે ટ્રાફિકને અડચણરૂપ હોવાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉપરાંત શહેરના સ્ટેશન ચક્કર વિસ્તારમાં પુરઝડપે જઇ રહેલ મારૂતીવાનના ચાલક સામે પણ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો