તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે હાઇવેથી કલેકટર કચેરી સુધી રેલી યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાજિલ્લા ગ્રામવિકાશ એજન્સી હેઠળ સરકારની વિવિધ યોજનામાં કરાર આધારીત તેમજ આઉટ શોર્સીગના અંદાજે 300થી વધુ તમામ કર્મચારીઓ સમાન કામ સમાન વેતન અને જોબ સિક્યુરીટીની માંગ સાથે સતત પાંચ દિવસથી હડતાલ પર રહ્યા છે.

જેમાં મંગળવારથી જિલ્લા વિકાશ અધિકારી કચેરી સામે દિવસ દરમ્યાન પ્રતિક ધરણા શરૂ કર્યા હતા.આ કર્મચારીઓ બુધવારે કાળી પટ્ટીધારણ કરી રેલી યોજશે અને ગુરુવારે માંગણીને લઇને ગાંધીનગર વિધાનસભા પહોચી વેતન મુદ્દે માંગણી રજુ કરશે.

જિલ્લા વિકાસ અધિકારી કચેરી સામે મંગળવારે 11 માસના કરાર આધારિત ,આઉસશોર્સીગ તેમજ ગ્રામના હંગામી કર્મચારીઓએ સવારે 10 વાગ્યે મંડપ બાંધીને સાંજે 6 સુધી પ્રતિક ધરણા કર્યા હતા.જેમાં ડીઆરડીએ કચેરીના કરાર હેઠળના વિવિધ યોજનાના અધિકારીઓ ,કર્મચારીઓ પણ ગોઠવાયા હતા.હડતાલ પરના કર્મચારીઓએ જણાવ્યુ હતું કે, બુધવારે બપોરે 12 વાગ્યે રાધનપુર ચોકડી સ્વામિનારાયણ મંદિરથી કાળા કપડા ,કાળી પટ્ટીધારણ કરી 500 જેટલા કર્મચારીની રેલી કાઢીને કલેકટર કચેરીએ પહોચશે અને આવેદનપત્ર આપીશું.જ્યારે ગુરુવારે ગાંધીનગર વિધાનસભા કૂચ કરવાનો કાર્યક્રમ નક્કિ કર્યો છે.

બીજી તરફ ડીઆરડીએમાં સ્વચ્છ ભારત મિશન ,મનરેગા સહિતની સરકારી યોજનાઓના કામોનું મોનીટરીગ ઠપ્પ થઇ જવા પામ્યુ છે.ત્યારે પોલીસ ફરીયાદ સુધીની કાર્યવાહી કરવા ગ્રામ વિકાસ કમિશ્નર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીઓને પત્ર કરાયો હોવાનું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો