તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2016માં સૌથી વધારે કાશ્મીરી આતંકી બન્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુવકોના કારણે ખીણમાં કાયદા અને ન્યાયતંત્ર પર માઠી અસર થઇ હતી. 2014 પછી ત્રાસવાદ સાથે જોડાયેતાં કાશ્મીરી યુવકોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. 2016માં 88 જેટલા યુવકો કાશ્મીરમાં ત્રાસવાદ સાથે જોડાયા હતા. જે છેલ્લાં વર્ષમાં સૌથી વધારે સંખ્યા હતી.

2010માં 54 કાશ્મીરી યુવાનો ત્રાસવાદમાં જોડાયા હતા. પછી 2011માં ત્રાસવાદ સાથે જોડાતાં કાશ્મીરી યુવકોની સંખ્યામાં ઘટાડો થયો હતો. 2011માં 23 યુવાનો ત્રાસવાદ સાથે જોડાયા હતા. 2014માં 53 અને 2015માં 66 ત્રાસવાદમાં જોડાયા.

ઉલ્લેખનિય છે કે કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા યુવાનોને નાણાં પુરાપાડીને ગેર માર્ગે દોરવામાં આવે છે.

સરેન્ડર કર્યા પછી આતંકવાદી બન્યા હતા

પથ્થરમારો કરનારા 21 પકડાયા

પુલવામાં પોલીસના વિસ્તારમાં દેખવાકારોએ પથ્થરમારો કરનારા 21 લોકોની ધરપકડ કરાઇ છે. આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી સમયે લોકો પોલીસ પર પથ્થર કરે છે. સિવાય વિસ્તારમાં યોજાનારા પ્રદર્શનમોમાં સુરક્ષાજૂથોને નિશાનો બનાવીને તેમના પર પથ્થરમારો કરતાં હતાં. પોલીસે સોમવારે મોડી રાતે દરોડા પાડી 21 લોકોને પકડ્યા હતા.

હિઝબુલનોઆતંકી ઝડપાયો

કાશ્મીરનાબાંડીપોરામાં પોલીસે એક હિઝબુલ આતંકવાદીની ધરપકડ કરી હતી. તેની પાસેથી એક એકે 47 રાઇફલ, મેગઝીન તથા 20 રાઉન્ડ જપ્ત કર્યાં છે. પૂછપરછ માટે તેને સેફ હાઉસમાં રાખવામાં આવ્યો છે. છેલ્લા 2 દિવસોમાં બીજી સફળતા છે. આતંકવાદીએ સુરક્ષા દળોને જોઇને ભાગવાનો પ્રયત્ન કર્યો,પરંતુ તેને પકડી લેવાયો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે તે યુવકોને આતંક સાથે જોડવાનું કામ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો