ભારત- ઇઝરાયલના વડાપ્રધાન વદરાડમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ, તેમનાં પત્ની સારાહ સાથે ગુજરાતમાં હતા. સાંજના 4-42 વાગે તેઓ પ્રાંતિજના વદરાડ સ્થિત ઇન્ડો- ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાતે પહોંચ્યા ત્યારે અહીં તેમનું ફૂલોની ટોકરી અાપી ભાતીગળ સ્વાગત કરાયું. અહીં કિસાનો સાથે સંવાદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઇઝરાયલે મરુભૂમિને પુન:જીવિત કરી છે. તો ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું, ભારત પાસે વિઝન છે એટલે આજે ઇઝરાયલ ભારતમાં આવ્યું છે.

56 મિનિટના રોકાણ દરમિયાન તેમણે એક્સલન્સ સેન્ટરની પ્લગ નર્સરી અને ગ્રીનહાઉસમાં ચેરી ટોમેટો અને ખીરા કાકડી પ્લાન્ટની મુલાકાત લીધી. અહીં થઇ રહેલી તમામ કામગીરી અંગે રસપૂર્વક માહિતી મેળવી. તેમણે કચ્છના કૂકમામાં ઊભા કરાયેલા ડેટપામ સેન્ટરનું ડિઝિટલ ઉદ્દઘાટન કરી કચ્છીમાંડુઓનું વીડિયો સ્કીનના માધ્યમથી અભિવાદન ઝીલ્યું હતું.

જ્યારે નેતન્યાહૂએ તેમના સંબોધનની શરૂઆત માય એકસ્ટ્રા ઓર્ડિનરી ફ્રેન્ડ મેરે પ્યારે દોસ્ત સાથે કરી, અને થેન્ક યુ ઇન્ડીયા કહી સમાપન કર્યું.

ઇઝરાયલે મરુભૂમિને પુન:જીવિત કરી છે : નરેન્દ્ર મોદી ભારત પાસે વિઝન, માટે ઇઝરાયલ ભારતમાં : નેતન્યાહૂ
અન્ય સમાચારો પણ છે...