તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ભત્રીજાને ધારિયું મારી કાકા થાંભલે ચડ્યા, વીજવાયર પકડી આપઘાત

ભત્રીજાને ધારિયું મારી કાકા થાંભલે ચડ્યા, વીજવાયર પકડી આપઘાત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરતાલુકાના ભુતિયા ગામે શનિવારે એક કૂવા પર કાકા-ભત્રીજા વચ્ચે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં કાકાએ ભત્રીજાને ધારિયાના ઘા મારી લોહીલુહાણ કરી નાખતાં સારવાર માટે ઇડર ખસેડાયો હતો. બીજી તરફ કાકાએ વીજપોલ ઉપર ચઢી જીવંત વીજવાયર પકડી લઇ આત્મહત્યા કરી લેતાં ગામમાં ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે બડોલી આઉટ પોસ્ટના જમાદારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બડોલી બીટના જમાદાર જગતસિંહના જણાવાયા મુજબ, ભુતિયા ગામના શામળભાઇ જેસીંગભાઇ પટેલને તેમના ભત્રીજા જશવંતભાઇ જીતાભાઇ પટેલ સાથે શનિવારે અગમ્ય કારણોસર આંબલીવાળા કૂવા પર ઝઘડો થયો હતો. જ્યાં અચાનક કાકા શામળભાઇએ ભત્રીજા જશવંતભાઇ પટેલ પર ઉશ્કેરાઇ જઇ ધારિયાના ઘા ઝીંકી દીધા હતા. જેથી માથામાં ગંભીર ઇજા થતા ભત્રીજાને સારવાર માટે ઇડર સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બીજી તરફ શામળભાઇને મનમાં લાગી આવતાં તેમણે ખેતરમાં આવેલ વીજપોલ પર ચઢી જઇ જીવંત વીજવાયર પકડી લેતાં કરંટ લાગવાથી શામળભાઇનું મોત થયું હતું. બનાવ અંગે મૃતકના પુત્રએ બડોલી બીટના જમાદારને જાણ કરતા તેમણે ભુતિયા ગામે આવી કાર્યવાહી હાથ ધરી હતી.

ઇજાગ્રસ્ત ભત્રીજાને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...