તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • જિલ્લાના 130 કેન્દ્રો ઉપર 52470 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે

જિલ્લાના 130 કેન્દ્રો ઉપર 52470 ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યભરમાંયોજાનારી રેવન્યુ તલાટીની પરીક્ષા અંતર્ગત રવિવારે મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં કુલ 130 પરીક્ષા કેન્દ્રો પર 52470 ઉમેદવારો પરીક્ષા આપવાના હોઈ જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. જો કે, પરીક્ષા પૂરી થવાના એક કલાકમાં મહેસાણામાં પાટીદાર મહિલા મહાસંમેલન હોઈ ઉમેદવારોને કોઈ અડચણ પડે તે અંગે તકેદારી રાખવા તંત્રએ સંબંધિત વિભાગોને સૂચિત કર્યા છે.

રેવન્યુ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે દિવસોથી તંત્રએ તૈયારીઓ હાથ ધરી હતી. જે અંતર્ગત રવિવારે જિલ્લામાં 130 પરીક્ષા કેન્દ્રો પર કુલ 1749 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. પ્રશ્નપત્રો વિતરણ અને કલેક્શન માટે બે ઝોનમાં કુલ 37 રૂટ તૈયાર કરાયા છે. બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન યોજાનારી પરીક્ષા માટે ઉમેદવારોને એક કલાક પહેલાં પરીક્ષા સ્થળે હાજર થવા સૂચના અપાઈ છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ઉપરાંત પરીક્ષા કામગીરીમાં ગૌણ સેવા પસંદગી મંડળના વર્ગ 1 અને 2ના અધિકારી એવા 130 પ્રતિનિધિ તેમજ જિલ્લાના કર્મચારીઓ મળીને 2756થી વધુ સરકારી કર્મીઓ જોડાયા છે.

સૌથી વધુ કેન્દ્રો મહેસાણા તાલુકામાં

તાલુકો કેન્દ્ર

મહેસાણા 39

વિસનગર 22

વિજાપુર 21

કડી 19

ઊંઝા 11

બહુચરાજી 4

વડનગર 4

ખેરાલુ 4

સતલાસણા 3

જોટાણા 3

34 કેન્દ્રો CCTV વિનાના

જિલ્લાનાંકુલ 130 પરીક્ષા કેન્દ્રો પૈકી 34 કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી. જો કે, જ્યાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી ત્યાં 10થી વધુ બ્લોક હોય તો 2 તકેદારીઓ મુકાયા છે. જ્યારે બાકીના કેન્દ્રો પર માત્ર 1 તકેદારી ફરજ બજાવશે.

2756કર્મી ફરજ બજાવશે

ગૌણસેવા પસંદગી મંડળના પ્રતિનિધિ એવા વર્ગ 1 અને 2ના 130 અધિકારીઓ દરેક કેન્દ્ર પર હાજર રહેશે. તકેદારીઓ તરીકે 160 આચાર્યો, નાયબ મામલતદાર, બીઆરસી, સીઆરસી કો-ઓર્ડિનેટરો. 2 સ્ટોકરૂમ ઈન્ચાર્જ અને 2 મદદનીશ, 1749 ખંડ નિરીક્ષકો, ત્રણ પરીક્ષાખંડ વચ્ચે 1 એમ કુલ 583 સુપરવાઈઝરો, 130 સ્થળ ચંચાલકો ઉપરાંત પાણીની વ્યવસ્થા માટે સેવકો સહિત કુલ 2756થી વધુ સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...