• Gujarati News
  • ૩ સંતાનોના પિતાએ પડોશમાં રહેતી સગીરાને હવસનો શિકાર બનાવી

૩ સંતાનોના પિતાએ પડોશમાં રહેતી સગીરાને હવસનો શિકાર બનાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી તાલુકાના મેડા આદરજ ગામની ઘટના

મેડા આદરજ ગામે પડોશમાં રહેતી ૧૪ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એકલતાનો લાભ લઇ ત્રણ સંતાનોના પિતા એવા પડોશીની બે વખત હવસનો શિકાર બનેલી સગીરાએ છેવટે આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે ફરીયાદ નોંધાતાં બાવલું પોલીસે દુષ્કર્મી પડોશીની ધરપકડ કરી તપાસનો દોર લંબાવ્યો છે. જયારે કડી પંથકમાં સગા કાકાએ ભત્રીજીનું જીવન નર્ક બનાવ્યાની ઘટનાના ચાર દિવસમાં પ્રકાશમાં આવેલી આ ઘટનાને પગલે દુષ્કર્મી સામે રોષ પ્રસરી ઉઠયો છે.
કડી તાલુકાના મેડા આદરજ ગામે રહેતા અને ત્રણ સંતાનોના પિતા એવા ૪૦ વર્ષિય રાજુ દશરથભાઇ દેવીપૂજકે પડોશમાં રહેતી ૧૪ વર્ષની સગીરા પર નજર બગાડી હતી. સગીરાને પોતાની હવસનો શિકાર બનાવવા માટે તેણીના ઘરે અવરજવર વધારી હતી. દરમિયાન ૫ મહિના અગાઉ સગીરા ઘરે એકલી હાજર હતી તે સમયે તેની પાસે પહોચીં દુષ્કર્મ આચરી નાસી ગયો હતો. આ દુષ્કત્યથી હેબતાઇ ગયેલી સગીરાએ આબરૂ જવાના ડરે સમગ્ર મામલે ચુપકીદી સેવી હતી. જેને પગલે હવસખોર પડોશીને મોકળુ મેદાન મળતાં પુન: સગીરાને હવસનો શિકાર બનાવી ઘટના અંગે કોઇને જાણ કરીશ તો ચપ્પુ મારી જાનથી મારી નાખવાની ધમકી ઉરચારી હતી.
જોકે, આ દરમિયાન બે વખત હવસનો શિકાર બનેલી સગીરાએ છેવટે બાવલુ પોલીસ મથકમાં રાજુ દશરથભાઇ દેવીપુજક વિરૂઘ્ધ દુષ્પ્રેરણ તેમજ ધમકી આપવા અંગે ફરીયાદ નોધાવતા પીએસઆઇ સી.ડી.નીનામાએ પડોશી શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આપઘાતનો પ્રયાસ કરતા મામલો પ્રકાશમાં આવ્યો
પડોશીએ આચરેલા દુષ્કર્મનો ભોગ બનતાં સગીરા દ્વિધામાં મુકાઇ હતી. પરીવાર અને સમાજમાં આબરૂ જવાના ડરને પગલે તેણી બુધવારે નર્મદા કેનાલમાં આપઘાત કરવા ગઇ હતી. જોકે, અહીં તેણીને બચાવી લેનાર વ્યકિતએ કરેલી પુછપરછ દરમિયાન સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ પરિવારને ઘટનાની જાણ થતા જ તેઓ પુત્રી સાથે પોલીસ મથક દોડી ગયા હતા.
સગીરાને મેડિકલ માટે મહેસાણા સિવિલ લવાઇ
ચાર માસના ગર્ભ સાથે મહેસાણા સીવીલ હોસ્પિટલમાં ખસેડાયેલી સગીરાનું અત્રેના તબીબ દ્વારા મેડિકલ ચકાસણી હાથ ધરી છે જયારે પોલીસે પણ દુષ્કર્મીનું પણ મેડિકલ કરાવવાની દિશામાં તપાસ લંબાવી છે.