નરસિંહપુરા-આદુંદરા વચ્ચે કેનાલનો એપ્રોચ તૂટ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેનાલમાં ઉંદરીયા પડી ગયાં હોઇ હોનારતની ભીતિ,તંત્ર કહે છે સર્વે કરાવીને સમારકામ હાથ ધરીશું

કડીપંથકમાં છેલ્લા અઠવાડિયામાં પડેલા ભારે વરસાદના કારણે શહેર નજીક નર્મદા કેનાલ પરના એપ્રોચ રોડનું વ્યાપક ધોવાણ થયું છે. નરસિંહપુરાથી લઈ આદુંદરા સુધીમાં 14 જગ્યાએ ગાબડાં પડ્યાં છે. તેમજ ઉંદરીયા પડી ગયાં હોવા છતાં નર્મદા વિભાગ દ્વારા મંથરગતિએ કામ થતું હોઈ વાહનચાલકો પરેશાન બન્યા છે.

કડીમાં છેલ્લા 7 દિવસમાં 511 મીમી એટલે કે 21 ઈંચ વરસાદ ખાબકતાં શહેર નજીક જમીનથી ઉપર આવેલા 18 કિમી નર્મદા કેનાલ પરના એપ્રોચ રોડ પર મસમોટા ગાબડા પડી ગયા છે. નરસિંહપુરાથી લઈ આદુંદરા સુધીમાં 14 જગ્યાએ માર્ગનું ધોવાણ થયું છે. તેમ છતાં નઘરોળ નર્મદા વિભાગના પેટનુંય પાણી હાલતું નથી. છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં સમારકામ હાથ ધરાયું નથી ત્યારે તંત્ર ગાબડાનું સમારકામ કરાવવાને બદલે માત્ર બાવળના કાંટા નાખી ચલાવી રહ્યું છે.

અંગે નર્મદા વિભાગના કાર્યપાલક ઈજનેર કીર્તિ ગજ્જરે જણાવ્યું કે, હાલમાં કોન્ટ્રાકટર પાસે સાધન સામગ્રી પૂરતા પ્રમાણમાં નથી. કરણનગરથી માટી ભરીને લાવવી પડતી હોઈ કોન્ટ્રાકટરને જેસીબીનો ખર્ચ પરવડે તેમ હોઈ વિભાગ દ્વારા ગાબડાનો સર્વે કરાવી વધુ ડેમેજવાળાં ગાબડાને પ્રાથમિકતા આપી સમારકામ હાથ ધરવામાં આવશે.

રસિંહપુરા-આદુંદરા નર્મદા એપ્રોચ ધોવાઇ ગયો છે. તસવીર- નવિન પટેલ

અન્ય સમાચારો પણ છે...