• Gujarati News
  • કડીનજીક સુજાતપુરા પાસે નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવક અને યુવતીની

કડીનજીક સુજાતપુરા પાસે નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવક અને યુવતીની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડીનજીક સુજાતપુરા પાસે નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવક અને યુવતીની લાશ મળી આવતાં પોલીસે બંને લાશને કેનાલમાંથી કાઢી પીએમ કરાવી વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.

કડીના કરણનગર નજીકથી પસાર થતી કેનાલમાં શનિવારે સવારે બે લાશ દેખાતાં કડી પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. પરંતુ કોઈ કુશળ તરવૈયા કે અન્ય સામગ્રીના અભાવે લાશ કાઢી શકાતાં સાંજ સુધીમાં તે સુજાતપુરા પાસેથી પસાર થતી કચ્છ તરફની મુખ્ય નર્મદા નહેરમાં પહોંચી હતી. અહીં સાંજે બે લાશ તરતી દેખાતાં પોલીસે ત્યાં પહોંચીને તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી હતી.

અજાણ્યા આશરે 18થી 20 વર્ષની યુવતી અને 25થી 30 વર્ષના યુવકની લાશ પાસેથી તેમની ઓળખના કોઈ પુરાવા મળ્યા નહોતા. પોલીસે બંને અજાણી લાશોનું પીએમ કરાવી વાલીવારસોની શોધખોળ હાથ ધરી હતી.

ઘેરું રહસ્ય |મૃતકોની ઓળખ નહીં થતાં તર્ક-વિતર્ક

સુજાતપુરા કેનાલમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળ્યા