તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ ચોરને પકડવા ગયા ને વધુ એક ચોરી પણ ઝડપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોટાણા તાલુકાના રામપુરા અને કટોસણના બંને કેસમાં રૂપિયા13,480 ની વીજ ચોરીઓ ઝડપાઇ

જોટાણાના રામપુરા-કટોસણમાં ગત તા.17 મેના રોજ મહેસાણા જીઇબીના નાયબ ઇજનેર અમીન શૈલેષકુમાર પુરષોત્તમભાઇએ તેમની ટીમ સાથે રેડ કરી હતી. જ્યાં રામભા જલુભા ઝાલાને વીજ કંપનીના મકાન પાસેથી પસાર થતી વીજ લાઇનમાં આંકડી નાંખી ગેરકાયેદસર ઘરમાં વીજ જોડાણ આપવાનો મામલો સામે આવ્યો હતો.

કેસમાં મહેસાણા જીઇબી પોલીસે જે તે સમયે રામભા ઝાલા વિરૂધ્ધ રૂ.6216ની વીજ ચોરીનો ગુનો નોંધ્યા હતો. જો કે, વીજ ચોરીને અંજામ આપનાર રામભા ઝાલા પોલીસની પક્કડમાં આવતાં પોલીસે તેમના ઘરે વોંચ ગોઠવી હતી.

દરમ્યાન જીઇબી પોલીસને સોમવારે રામભા ઝાલા પોતાના ઘરે હોવાની બાતમી મળતાં પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરતાં રામભા તેના ઘરેથી ઝડપી લીધા હતા. બીજી બાજુ રામભાને ઝડપાયા બાદ ટીમે કાનભા જલુભા ઝાલાના ઘરે રેડ કરતાં આજ રીતે વીજ ચોરી કરતાં તેઓ રંગેહાથ ઝડપાયા હતા. જીઇબી પોલીસે કાનભા વિરૂધ્ધ રૂ.7246 ની વીજ ચોરીનો ગુનો નોંધ્યો હતો. મામલે પોલીસે વીજ ચોરી કરનાર બંને શખસો સામે ગુનો નોંધી તપાસ કરી બન્નેને સબજેલના હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...