તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડી | કડીમાત્રણ દિવસ અગાઉ રાત્રિ દરમિયાન ચાર ઈંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી | કડીમાત્રણ દિવસ અગાઉ રાત્રિ દરમિયાન ચાર ઈંચ વરસાદ ખાબકી પડતા કસ્બામા આવેલી ભાગતવાડાની મસ્જિદમાં વરસાદી પાણી ઘૂસી જતા હેરાન થઈ ઉઠેલા વિસ્તારના મુસ્લિમ બિરાદરોના યુવાનોનુ ટોળુ સોમવારે કડી પાલિકામા રજુઆત કરવા માટે આવ્યું હતું. પાલિકા પ્રમુખ કનુભાઈ પટેલ અને ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સમક્ષ પોતાના વિસ્તારની સમસ્યાની રજુઆત કરી લેખિત અરજી આપી હતી. પાલિકા પ્રમુખ કનુભાઈ પટેલે વરસાદી પાણી ભરાવાની સમસ્યાને તાત્કાલિક હલ કરવામાં આવશે અને કાયમી સમસ્યાનો પણ નિકાલ કરવામા આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...