તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા જેલના 24 કેદીઓ પણ સાક્ષર બનવા પરીક્ષા આપશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાક્ષરભારત યોજના અંતર્ગત જિલ્લાના 14 હજાર નિરક્ષરોને આજેે સાક્ષર બનવા પરીક્ષા આપશે. નિરક્ષરોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીના કોઇપણ સમયગાળામાં 3 કલાકની લેખિત પરીક્ષા આપવાની રહેશે. મહેસાણા તાલુકામાં સૌથી વધુ 4591 તથા ઊંઝામાં સૌથી ઓછા 200 નિરક્ષરો પરીક્ષા આપશે.

સાક્ષર ભારત યોજના અંતર્ગત જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લાના 14500 જેટલા નિરક્ષરોને ધોરણ 3 સુધી આવતા અભ્યાસક્રમનો અભ્યાસ કરાવ્યા બાદ આજે સાક્ષર બનવા પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં 3500 પુરૂષ અને 11 હજાર સ્ત્રી નિરક્ષરોએ તેમના નજીકની પ્રાથમિક શાળામાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીના કોઇપણ સમયગાળામાં 3 કલાકની લેખિત પરીક્ષા આપવાની રહેશે. બીજી તરફ 500 પ્રાથમિક શાળાના આચાર્ય અને 500 ગ્રામ્ય પ્રેરકો જિલ્લા નિરંતર શાખા દ્વારા પરીક્ષાની જવાબદારીઓ સોંપાઇ હોવાનું શાખાના કોઓડીનેટર નિયતીબેન પરીખે જણાવ્યું હતું.

જેલના 24 જેટલા નિરક્ષર કેદીઓ પરીક્ષા આપશે

નિરક્ષરમાંથીસાક્ષર બનવા મહેસાણા જેલમાં ચોરી, લુંટ, દુષ્કર્મ અને હત્યા જેવા કેસોમાં જેલવાસ ભોગવી રહેલા કાચાકામના 24 જેટલા કેદીઓ પણ પરીક્ષા આપશે. પરીક્ષા આપનાર કેદીઓ પૈકી 3 કેદીઓ આડેધ ઉંમરના છે.

કેટલા નિરક્ષરો પરીક્ષા આપશેω

તાલુકો પુરૂષ સ્ત્રી કુલ

મહેસાણા807 3784 4591

કડી 990 1510 2500

બહુચરાજી 348 1852 2200

ખેરાલું 385 1115 1500

સતલાસણા 445 1280 1725

ઊંઝા 92 108 200

વડનગર 175 295 470

વિજાપુર 117 783 900

વિસનગર 115 365 480

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો