• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • પ્રેમિકાના નામે વિફરેલી પત્નીએ પતિનાં કપડાં ફાડી જેલમાં પુરાવ્યો

પ્રેમિકાના નામે વિફરેલી પત્નીએ પતિનાં કપડાં ફાડી જેલમાં પુરાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અન્ય યુવતી સાથે પ્રેમસંબંધના મુદ્દે વિફરેલી પત્નીએ પતિને કપડાં ફાડીને પોલીસને હવાલે કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે પોલીસ કસ્ટડીમાં ઉભેલા યુવાનની પોલીસ સમક્ષ એક જ ફરિયાદ હતી કે, અન્ય મહિલા સાથે માત્ર મિત્રતા જ છે, છતાં વહેમીલી પત્ની જમવા આપતી નથી અને ઝઘડો કરીને જેલમાં પૂરાવી દે છે.

નોંધનીય છે કે, મહિલાની ફરિયાદને આધારે પકડવા ગયેલી પોલીસ સાથે યુવાનને હાથાપાઇ થઇ હતી.

મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં પત્નીએ અન્ય મહિલા સાથેના આડાસંબંધોનો વહેમ રાખી પતિને માર મારી જેલમાં પુરાવી દીધાનો બનાવ નોંધાયો છે. લગ્નના 12 વર્ષ દરમિયાન 3 સંતાનોના પિતા રફીક શેખને અન્ય મહિલા સાથે મિત્રતા હોવાની પત્નીને જાણ થતાં ઘરકંકાસ શરૂ થયો હતો. જેમાં કામધંધો ન કરવાની સાથે ઘર ચલાવવા પૈસા નહીં આપતા હોવાના લાંબા સમયથી ચાલતા વિવાદ વચ્ચે મંગળવારે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો.

જેમાં મહિલાએ એ ડિવિજન પોલીસ મથકમાં જાણ કરતાં તેને પકડી લવાયો હતો. જ્યાં તે પોલીસ સમક્ષ રડી પડ્યો હતો અને વહેમીલી પત્ની જ્યારે પણ ફોન કરે ત્યારે હું કઇ જગ્યાએ ઉભો છું તે જાણવા બાજુમાં ઉભા હોય તેમને ફોન આપવો પડે છે, જે પણ કપડાં લાવી આપું તે ફાડી નાખે છે, ઘરે જમવા આપતી ના હોઇ 15 દિવસથી બહાર જ જમતો હોવા સહિતની હૈયાવરાળ કાઢી હતી.

જોકે, પોલીસે મહિલાની ફરિયાદને આધારે રફીક શેખ સામે કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે, મહિલાની ફરિયાદને આધારે પકડવા ગયેલી પોલીસ સાથે યુવાનને હાથાપાઇ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...