• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ઇન્ડોનેશિયાના એક સમુદાયમાં મહિલાઓ પુત્રી જન્મે તેવું ઇચ્છે છે

ઇન્ડોનેશિયાના એક સમુદાયમાં મહિલાઓ પુત્રી જન્મે તેવું ઇચ્છે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમી દેશોમાં મુસ્લિમ મહિલાઓની છબિ પડદામાં રહેતી પીડિત અને એવી મહિલાઓ તરીકે બની ગઇ છે કે જેઓ બોલી તો શકે છે પણ તેમનો અવાજ કોઇ સાંભળતું નથી. જોકે, મુસ્લિમોની બહુમતી ધરાવતા ઇન્ડોનેશિયામાં એક સમુદાયમાં મહિલાઓનું જ વર્ચસ્વ છે. સુમાત્રા ટાપુમાં વસતો મિનાંગકબાઉ સમુદાય દુનિયાની સૌથી મોટી કોમ્યુનિટી છે જ્યાં મહિલાઓનું શાસન ચાલે છે. મિનાંગ નામથી મશહૂર આ સમુદાયની મહિલાઓ ઘર સંભાળવા ઉપરાંત ઘરનાં તેમ જ બહારનાં કામો ઉપરાંત તમામ મહત્વના નિર્ણયો પણ લે છે. અહીં લગ્ન બાદ પુરુષ સાસરે રહેવા જાય છે અને સંપત્તિમાં મળેલી પ્રોપર્ટી પર હક પણ ઘરની મહિલાઓનો જ હોય છે. પિતા પાસેથી દીકરાઓને નહીં પણ માતા પાસેથી દીકરીઓને પ્રોપર્ટી મળે છે. જોકે, પિતા ઇચ્છે તો પ્રોપર્ટીનો થોડો હિસ્સો દીકરાઓને પણ અપાવી શકે છે.

એકબીજાનું સન્માન કરે છે, મહિલા ઇચ્છે તો નિર્ણયોમાં ઘરના પુરુષની સલાહ લઇ શકે છે
ફોટોગ્રાફર સુઝેન સ્કલમેન તાજેતરમાં ઇન્ડોનેશિયાની ટ્રિપ દરમિયાન મિનાંગ મહિલાઓને મળી. તેમણે જણાવ્યું કે દુનિયાના સૌથી મોટા માતૃસત્તાત્મક સમુદાયના પરિવારોમાં પુરુષો જ પૈસા કમાય છે પણ વિવાદો મહિલાઓ જ ઉકેલે છે. તેઓ ઇચ્છે તો તેમાં ઘરના પુરુષોની સલાહ લઇ શકે છે. જકાર્તાના નિવૃત્ત પ્રોફેસર તૌફીક અબ્દુલ્લાએ કહ્યું કે મહિલાઓ અતીત અને વર્તમાન વચ્ચેની એક કડી તરીકે કામ કરે છે. મિનાંગ સમુદાયમાં મહિલાઓ ગર્ભવતી હોય ત્યારે એવી આશા રાખે છે કે તેમની કૂખે દીકરી જ અવતરે. ઇન્ડોનેશિયાની વસતીમાં આ સમુદાયનો હિસ્સો માત્ર ત્રણ ટકા જ છે અને અમુક બાબતે તેઓ રૂઢિવાદી છે. જેમ કે પુરુષોએ પૈસા કમાવવા અને મહિલાઓએ ઘર સંભાળવું પણ તે છતાં તેઓ એકબીજાનાં કામોને આદર આપે છે અને ભેગા મળીને નિર્ણયો પણ લે છે.

પરંપરા આ રીતે શરૂ થઇ
મિનાંગ સમુદાયની 16 વર્ષીય વિદા ઇંદા લેસ્તારી કહે છે કે અમારી પરંપરાઓ કુર્રાન આધારિત છે. કુર્રાનમાં લખ્યું છે કે ઘર-પરિવાર સંભાળવામાં પુરુષ જ આગળ રહેશે પણ મહિલાઓ તેમના દબાણમાં નથી. પુરુષો કામ કરે છે તેનો મતલબ એવો નથી કે મહિલાઓનું મહત્વ તેમનાથી ઓછું છે. 12મી સદીના મધ્ય ભાગમાં અહીંના રાજા મહારાજો દિરાજોના મોત બાદ તેમની ત્રણ રાણીઓ અને તેમના ત્રણ દીકરા બચ્યા હતા. દીકરાઓની ઉંમર ઘણી ઓછી હતી. ત્યારે મોટી રાણીએ શાસનની જવાબદારી સંભાળી. ત્યારથી આ સમુદાયમાં મહિલાઓનું રાજ શરૂ થયું, જે આજે પણ જારી છે.

અન્ય સમાચારો પણ છે...