તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • નાનીકડીમાં નરનારાયણ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 30 લાખનું દાન

નાનીકડીમાં નરનારાયણ ધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 30 લાખનું દાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનીકડીવિસ્તારની અનમોલ સોસાયટીમાં આવેલા નરનારાયણ ધામમાં ભગવાનની મૂર્તિઓનો પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દાતાઓએ દાનની સરવાણી વહેવડાવતાં રૂ.30 લાખ દાન અેકત્ર થયું હતું.

મંગળવારે નરનારાયણ દેવ,રાધા કૃષ્ણ,ઘનશ્યામ મહારાજ,હનુમાનજી તથા ગણપતિજીની નવિન મૂર્તિઓનો પ્રતિષ્ઠા મહોત્સવ અને અન્નકૂટોત્સવ યોજાયો હતો.આ પ્રસંગે કાલુપુર સ્વામીનારાયણ સંસ્થાનના આચાર્ય કૌશલેન્દ્ર મહારાજ તથા મહંત હરિકૃષ્ણદાસજી મહારાજ સહિત સંતો ખાસ ઉપસ્થિત રહી મોટી સંખ્યામા ઉપસ્થિત ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.આ પ્રસંગે કડી નરનારાયણ ધામના સંચાલક લાલજીભાએ મહોત્સવ દરમિયાન મંદિર માટે અંદાજે 30 લાખનુ દાન એકત્રિત થયું હોવાનું જણાવ્યું હતું. કડીના બિલ્ડર જગદીશભાઈ બળદેવભાઈ પટેલ, લાલજીભાઈ નાનજીભાઈ પટેલ અને લક્ષ્મણભાઈ અમૃતભાઈ પટેલ ત્રણેય દાતાઓ રૂ.5 લાખનુ દાન આપી મંદિરના નિર્માણમા મહત્વનુ યોગદાનઆપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...