તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • દાંતીવાડાના રતનપુરમાં મારામારીના કેસમાં ચાર આરોપીને એક વર્ષની કેદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંતીવાડાના રતનપુરમાં મારામારીના કેસમાં ચાર આરોપીને એક વર્ષની કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડાતાલુકાના રતનપુર ખાતે 26 સપ્ટેમ્બર-2012 ના રોજ બનેલી ઘટનાની વિગતો એવી છે કે, ગામના મેવાભાઇ અમરાભાઇ વેડંચીયા, ગણપતજી મેવાજી કોળી, કપુરજી અમરાજી કોળી અને સમદરબેન કપુરજી કોળીએ તમે ગામમાં કેમ રોડ બનાવો છો તેમ કહી ઉત્તમભાઇ વણાભાઇ ઉપર લાકડી-પાઇપ વડે હૂમલો કરી બિભત્સ શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. અંગે ઉત્તમભાઇએ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

કેસ દાંતીવાડા જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ અકબરઅલી એફ. અંસારીએ સરકારી વકીલ કલ્પેશકુમાર સી. રાવલની દલીલો ગ્રાહ્ય રાખી ચારેય આરોપીઓને શિક્ષાપાત્ર ગૂનામાં તકસીરવાન ઠરાવ્યા હતા. અને તમામને એક વર્ષની સાદી કેદ અને રૂ. 2000 નો દંડ કર્યો હતો. આમ કુલ રૂ. 8,000 નો દંડ અને જો દંડ ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હૂકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો