તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીના બલાસરની જિનિંગમાં વીજકરંટથી 1 મોત, 4ને ઇજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બલાસરનીસીમમાં આવેલી પશુપતી કોટન ઇન્ડ.માં ગોડાઉનના શેડ બનાવવાની કામગીરી દરમિયાન પાંચ મજૂરોને વીજકરંટ લાગ્યો હતો. જેમાં એક મજૂરનું મોત થયું હતું. કડી-દેત્રોજ રોડ પર બલાસરની સીમમાં પશુપતી કોટન ઇન્ડસ્ટ્રીઝમાં પાછળના ભાગે ગોડાઉન બનાવવાનું કામ ચાલે છે. શનિવારે સવારે 10 કલાકે શેડ બનાવતા પાંચ મજૂરો મોટી ઘોડી નીચેથી પકડી ધકકો મારી ખસેડી રહ્યા હતાં ત્યારે નજીકમાંથી પસાર થઇ રહેલ 11 હજાર કેવી વીજ લાઇનને 26 ફૂટ ઊંચી ઘોડી અડી જતા પાંચ મજૂરોને વીજ કરંટ લાગતા ઇન્ડસ્ટ્રીઝમાં દોડધામ મચી હતી. તાત્કાલિક પાંચેય મજૂરને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જયાં સારવાર દરમિયાન એક પરપ્રાંતીય મજુર બાબુરામ ખુલાસીરામ લોદીનું મોત નિપજયું હતું. જયારે અક્રમઅલી બુદીયાનઅલી તુરક, રાકેશકુમાર ખુલાસીરામ લોદી, કુમારપાળ બાબુરાવ લોદી અને બેદરામ ભોકતલાલ લોદી (રહે. તમામ યુપી)ને ઇજા થતાં સારવાર અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો