તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • કૈયલ ગ્રા. પં.ના તલાટી, ડે. સરપંચ 6 હજારની લાંચ લેતા ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૈયલ ગ્રા. પં.ના તલાટી, ડે. સરપંચ 6 હજારની લાંચ લેતા ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | કડીનાકૈયલના યુવાને પ્રથમ પત્નીના અવસાન બાદ ગત 7 જાન્યુઆરીએ બીજા લગ્ન નોંધાવી ગામના મંદિરમા ફુલહાર કર્યા હતા.યુવાનને મેરેજ સર્ટીની જરૂરીયાત ઉભી થતા કૈયલ ગ્રામપંચાયતના તલાટી રાજુભાઇ ગોવિંદભાઇ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો અને તેમને સર્ટી આપી પણ દીધુ હતું. યુવાને ફુલહાર કરીને લગ્ન કર્યાની જાણ થતા તલાટીઅે કૈયલ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ કેશાજી જેણાજી ઠાકોર પાસે યુવાનને ફોન કરાવીને આપેલુ સર્ટી અને રૂ 35ની પાવતી પરત મંગાવી લીધા હતા. ત્યાર બાદ યુવાન પુન: ગ્રામપંચાયત જઇ મેરેજ સર્ટીની વાત કરતા તલાટીએ રૂ 10હજાર આપ અને સર્ટી લઇ જા તેવી વાત કરી હતી.

હાજર ડેપ્યુટી સરપંચ કેશાજી ઠાકોરે દરમિયાનગીરી કરી રૂ 6હજાર આપવાનું નક્કી કરાવ્યું હતું.લાંચ આપવા માંગતા યુવાને મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો જેમા પીઆઇ સી.એ.પરમારે ગોઠવેલા છટકા મુજબ યુવાને મોબાઇલ પર સંપર્ક કરતા તલાટી રાજુ પ્રજાપતિએ પોતે થોળ મીટીગમા હોઇ પંચાયતમા બેઠેલા ડેપ્યુટી સરપંચને નાણા આપી સર્ટી લઇ જવા કહેલ.જે અંતર્ગત લાંચની રકમ હાથમા આવતા કેશાજીએ તલાટીને ફોન કરીને નાણા લઇને કાગળ આપ્યાની વાત કરતા એસીબીએ તેમને દબોચી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો