તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર માર્કેટયાર્ડમાં કપાસના ભાવ વધ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસનગર | વિસનગરમાર્કેટયાર્ડમાં ઉત્તર ગુજરાતમાંથી ખેડૂતો ઉત્પાદન કરેલ પોતાના માલના વેચાણ અર્થે આવેલ છે જેમાં કપાસ સહિત રોકડીયા પાકોની આવક વધુ રહેતી હોય છે. દરમિયાન ચાલુ વર્ષે કપાસના ભાવો નીચા રહેતાં ખેડૂતોમાં ભારે મુશ્કેલી જોવા મળતી હતી.જ્યાં શુક્રવારના રોજ સફેદ સોનું ગણાતા કપાસની બોલાયેલ હરાજીમાં 950થી 1197 સુધીના ભાવો બોલાતાં આગામી સમયમાં કપાસના ભાવો વધે તેવી ખેડૂતોએ આશા સેવી છે. જ્યારે કપાસની આવક 5730 મણે પહોંચી હતી. અંગે માર્કેટયાર્ડના સુત્રોએ જણાવ્યું હતું કે કપાસના ભાવોમાં ફેરફાર થતા હોય છે જેમાં સારો માલ હોય તો તેના ભાવો મળતા હોય છે અને આગામી સમયમાં સારા કપાસના ભાવો ઉંચા રહી શકે છે તેમ જણાવ્યું હતું. જ્યારે માર્કેટયાર્ડમાં ખેડૂતો લઇને આવેલ અન્ય પાકોના ભાવો જૈસે થૈ પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો