તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતાને જીવતી સળગાવનારા 8 સાસરિયાંઓને આજીવન કેદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પતિ, સાસુ, સસરા, 2 દિયર અને દેરાણી અને કાકાજીના પુત્રને સજા થઇ

ચુકાદો | માંકણજની અઢી વર્ષ પહેલાંની ઘટનામાં ડિસ્ટ્રિક્ટ કોર્ટનો હુકમ

માંકણજગામે અઢી વર્ષ પહેલાં પરિણીતાને જીવતી સળગાવનારા પતિ સહિત 8 સાસરિયાંઓને ડિસ્ટ્રિક્ટ કોર્ટે શુક્રવારે કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા અને 15 હજાર દંડ ફટકાર્યો હતો.

મહેસાણા તાલુકાના માંકણજ ગામના વિરમભાઇ હીરાભાઇ દંતાણીને લગ્નના ટૂંકા ગાળામાં પત્ની સૂર્યાબેન સાથે બોલાચાલી થતી હતી, જેમાં તેના માતા-પિતા સહિતની ચઢવણીથી તેણીને મારઝૂડ પણ કરતો હતો. 22 ઓકટોબર, 2015ના રોજ બપોરે થયેલી બોલાચાલીમાં મહિલાને સાસરિયાંએ હાથ પગ પકડી રાખ્યા હતા જ્યારે પતિ વિરમ દંતાણીએ કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દેતાં ભડભડ સળગી હતી. જ્યારે પતિ અને સાસરિયાં મકાનનો દરવાજો બંધ કરી ભાગી ગયા હતા. 98 ટકા દાઝી ગયેલી હાલતમાં મહિલાએ સાંથલ પોલીસ મથકમાં પતિ અને 7 સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેસ મહેસાણા ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ જજ ડી.એ.જોષી સમક્ષ ચાલતા સરકારી વકીલ હસુમતીબેન એચ.મોદીની દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે 8 આરોપીઓને હત્યાના ગુનામા કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા અને રૂ.15 હજાર દંડ ફટકાર્યો હતો.

કેસમાં કોર્ટ સમક્ષ 20 સાક્ષીઓની જુબાની લેવાઇ હતી, જેમાં મહિલાનું ડીડી અને ફરિયાદ આધારે કોર્ટે સજા માટે જવાબદાર ઠરાવ્યા હતા. નોંધનીય છે કે, જજે સભા સંભળાવતા આખો પરિવાર કોર્ટ રૂમમાં પોક મૂકીને રડી પડ્યો હતો.

1.વિરમભાઇ હીરાભાઇ દંતાણી ( પતિ)

2.હીરાભાઇ શંકરભાઇ દંતાણી (સસરા)

3.કૃષ્ણા હીરાભાઇ દંતાણી (સાસુ)

4.જશુભાઇ હીરાભાઇ દંતાણી (દિયર)

5.ગગાભાઇ શાંન્તુભાઇ દંતાણી (કાકાજીનો પુત્ર)

6.દિનભાઇ હીરાભાઇ દંતાણી (દિયર)

7.ચંદાબેન જશુભાઇ દંતાણી (દેરાણી)

8.રઇબેન ગંગારામ દંતાણી (દેરાણી)

મહિલાના મરણોત્તર નિવેદન આધારે સજા, આખો પરિવાર કોર્ટરૂમમાં પોક મૂકી રડી પડ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો