તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી અને કલોલમાં 3 સ્થળોએ ઇન્કમટેક્ષનો સર્વે હાથ ધરાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નોટબંધીમાંબેંકમાં મોટાપાયે થયેલા કેશ ટ્રાન્ઝેકશનને લઇને આયકર વિભાગ વિવિધ એકમોના નાણાકીય વ્યવહારો ચકાસી રહ્યો છે. જેમાં શુક્રવારે કડીમાં થોળ રોડ પર કેશર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને નંદાસણ રોડ પર રાધાસ્વામી ઓટોમોબાઇલ્સ તેમજ કલોલના શેરીસા ગામ નજીકના પેટ્રોલપંપ પર દિવસ દરમ્યાન સર્વે હાથ ધરાયો હતો. કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.

નોટબંધી દરમ્યાન નવી, જૂની કેટલી નોટો બેંકમાં જમા કરાઇ, તે નાણાંના હિસાબો ચકાસતો સર્વે કરાયો હોવાનું આઇટીના સૂત્રોએ જણાવ્યું હતું. માર્ચ અંત સુધીમાં અનએકાઉન્ટ ડીપોઝીટ ઘોષિત કરનાર માટે સરકારે 50 ટકા ટેક્ષ અને 25 ટકા રકમ 4 વર્ષ માટે એફડી કરવાની સ્કીમ અમલમાં છે. જેને લઇને આઇટી વિભાગ શંકાસ્પદ નાણાકીય વ્યવહારોને લઇને તપાસમાં દોડતુ થયું છે.

શુક્રવારે દિવસ દરમ્યાન કડીની એક ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ તેમજ હોન્ડા ડીલરને ઓટોમોબાઇલ શોપમાં મહેસાણા આઇટીની ટીમ દ્વારા નોટબંધી દરમ્યાન કરાયેલા હિસાબોની તપાસ કરી હતી.

કડીમાં કેશર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ અને રાધાસ્વામી ઓટોમોબાઇલ્સમાં મોડી રાત સુધી તપાસ ચાલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો