તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • માથાના ભાગે બોથડ પદાર્થ તેમજ છરીના ઘા માર્યાના નિશાન,પોલીસે ડોગ સ્કવોર્ડ અને FSLની મદદ લીધી

માથાના ભાગે બોથડ પદાર્થ તેમજ છરીના ઘા માર્યાના નિશાન,પોલીસે ડોગ સ્કવોર્ડ અને FSLની મદદ લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલનાવામજથી પ્રતાપપુરા જતા રોડ પર હત્યા યુવાનની લાશ મળી આવતા હોબાળો ચમી ગયો હતો. લાશ ઉપરથી એવુ લાગી રહ્યું હતું કે કોઇ અજાણ્યા શખ્સોએ નિર્દયતચાપૂર્વક તેની હત્યા કરી લાશને રઝળતી ફેકી નાસી છૂટ્યા હતાં. બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કર્યો હતો.

વહેલી સવારે કલોલથી વામજ જતા રોડ પર એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ જોવા મળી હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ઘરતા લાશ કડી તાલુકાના મેડા આદરજ ગામે રહેતા ગોવિંદજી ગલાલજી ઠાકોર (ઉ.વ.32) ની હોવાનું ખુલ્યુ હતું. તેમજ હત્યારાઓએ ગોવિંદજીને માથાના ભાગે બોથડ પદાર્થ તેમજ છરીઓના ઘા મારી હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ હત્યારાઓએ યુવાનની હત્યા અન્ય કોઇ સ્થળે કરી લાશને અહીં નાખી નાસૂ છૂટ્યા હોવાનું જણાઇ આવે છે. પોલીસે ડોગ સ્કોર્ડ અને એફ.એસ.એલ.ને બોલાવીને તપાસ હાથ ધરી હતી.

કલોલના વામજરોડ પર સ્થળેથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને સ્થળ તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...