• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મોટપ પાસે ઇકોગાડીની ટક્કરે ચાંદરડાના બે બાઇક સવાર યુવકોને ઇજા

મોટપ પાસે ઇકોગાડીની ટક્કરે ચાંદરડાના બે બાઇક સવાર યુવકોને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટપ| કડી તાલુકાના ચાંદરડા ગામના બે યુવાન બાઇક પર મોઢેરાના માત્રાસણ ગામે સંબંધીને ત્યાંથી રવિવારે સવારે 10-30 વાગ્યે પરત ઘરે નતા હતા. ત્યારે સદુથલાથી મોટપ ચોકડી વચ્ચે પાછળથી આવતી ઇકો ગાડી (જીજે 1 આરજે 0495)ના ચાલકે ટક્કર મારતાં બાઇક પલટી ખાઇ ગયું હતું. આ અકસ્માતમાં ચાંદરડાના બાઇકચાલક વિશાલજી રમણજી ઠાકોર અને વિજયજી રાજુજી ઠાકોરને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલ લઇ જવાયા હતા. બનાવ અંગે ચાંદરડાના વિજયજી ઠાકોરે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ઇકોચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...