તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • અમદાવાદમાં વધુ બે ચેઈન સ્નેચિંગ:46 દિવસમાં 51 મહિલાનાં ગળામાંથી દોરા તૂટ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં વધુ બે ચેઈન સ્નેચિંગ:46 દિવસમાં 51 મહિલાનાં ગળામાંથી દોરા તૂટ્યાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદમાંવધુ બે ચેઈન સ્નેચીંગની ઘટના બની છે. જેમાં અખબારનગર સર્કલ પાસેથી પસાર થઇ રહેલી મહિલાના ગળામાંથી બાઈક સવાર બે સ્નેચર રૂ.30 હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ધૂમ સ્ટાઈલે ફરાર થઇ ગયા હતા.

સેટેલાઈટ હિંમતલાલ પાર્ક પાસે મોર્નીંગ વોક કરી રહેલા વૃધ્ધના ગળામાંથી બે સ્નેચર રૂ.70 હજારનો સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયા હતા. મહત્વની વાત તો છે કે વૃધ્ધના ગળામાંથી દોરો તોડવા સ્નેચર પાછળથી નહીં પરંતુ સામેથી આવ્યા હતા અને દોરો તોડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બેફામ બનેલા સ્નેચરોએ 46 દિવસમાં સ્ત્રી-પુરુષ મળીને 51 લોકોના ગળામાંથી સોનાના દોરા તોડ્યા છે.

તેમ છતાં પોલીસ એક પણ કિસ્સામાં ચેઈન સ્નેચરને પકડી નહીં શકતા પોલીસના પેટ્રોલીંગ અને નાકાબંધીના દાવા ફરી એક વખત પોકળ સાબિત થયા છે. બીજી તરફ શહેરીજનોમાં તસ્કરોનો ત્રાસ યથાવત છે.

ધૂમ સ્ટાઈલે બાઈક ઉપર આવીને મહિલાઓના ગળામાંથી સોનાના દોરા તોડીને ફરાર થઇ જતા ચેઈન સ્નેચરોને પકડવા માટે હોક સ્કોડ શરુ કરવામાં આવ્યા હતા. જેમાં 220 સીસીના પલ્સર બાઈક ઉપર પોલીસ રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ કરવા સૂચના આપી છે. તેમ છતાં ચેઈન સ્નેચીંગના બનાવો વધી રહ્યા છે અને પોલીસ સ્નેચરોને પકડી શકતી નથી. જેથી હોક સ્કોડ શોભાના ગાંઠીયા જેવા સાબિત થયા છે.

હોક સ્ક્વોડ શોભાના ગાંઠિયા જેવા સાબિત થયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો