તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાગળનું બંડલ પધરાવી ગઠિયો વૃદ્ધાના દાગીનાં લૂંટી ગયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવા અસારવા સાંકડી શેરીમાં રહેતા 72 વર્ષીય સુમિત્રાબેન પટેલ 16 માર્ચે શાહીબાગ નીલકંઠ મહાદેવ મંદિરથી ખંડુભાઈ હોલ સુધી ઈવનિંગ વોક માટે નીકળ્યાં હતાં ત્યારે બે અજાણ્યા વ્યક્તિઓએ વૃદ્ધાને રોકી તેમને પોતાની પાસે ઘણી રોકડ પડી છે. જે પાસે રાખવી જોખમી હોવાથી તમે રૂપિયા લઈ તેના બદલામાં સોનાના દાગીના આપી દો તેમ જણાવ્યું હતું. એક ગઠિયાએ પડીકું કાઢી તેમાં રહેલ બંડલની ઉપરની રૂ. 50ની નોટ બતાવી બંડલ તેમને આપ્યું હતું. જેની અવેજમાં વૃદ્ધાએ સોનાની ચેઈન, વીંટી મળી કુલ 25 હજારના દાગીના ગઠિયાઓને આપ્યા હતા. વૃદ્ધા ઘરે જઈ પરિવારને વાત કરતા પુત્રવધૂએ પડીકું ખોલતા તેમાં ઉપરની અને નીચેની નોટ રૂ. 50ની જ્યારે વચ્ચે તમામ કોરા કાગળ હોવાનું બહાર આવ્યું હતું. તેમણે અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો