તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • મહારાષ્ટ્રમાં વિપક્ષનું મોઢું બંધ કરવા ખેડૂતલક્ષી બજેટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં વિપક્ષનું મોઢું બંધ કરવા ખેડૂતલક્ષી બજેટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનાનાણાં મંત્રી સુધીર મુનગંટીવારે મહારાષ્ટ્રનું 2017-18નું અને ભાજપના નેજા હેઠળની સરકારનું ત્રીજું બજેટ શનિવારે રજૂ કર્યું. ખેડૂતોને લોન માફી મામલે વિરોધીઓની ઘોષણાબાજી વચ્ચે આખું બજેટ તેમણે રજૂ કર્યું હતું. મુનગંટીવારે વિરોધીઓને ચોંટિયો ભરતાં વચ્ચે વચ્ચે કવિતાઓ, શેરો- શાયરી પણ કરી હતી. વખતે 4511 કરોડની મહેસૂલી તૂટ સાથેનું રૂ. 62,844 કરોડનું બજેટ રજૂ કરાયું છે. સરકારે વર્ષે રૂ. 38,892 કરોડનું કરજ લેવાનું નિયોજન કર્યું છે. આથી રાજ્ય પરનો કરજબોજ રૂ. 4,13,044 સુધી પહોંચશે.

ખેડૂતોને લોન માફી આપવાનો હઠ પકડીને બેઠેલા વિરોધી પક્ષોનું મોઢું બંધ કરવા માટે નાણાં વિભાગે 2017-18ના બજેટમાં ખેડૂતો માટે ભરપૂર જોગવાઈઓ કરી છે. શનિવારે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં નાણાં મંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે ખેડૂત દુનિયાનો આધાર હોવાથી કૃષિ ક્ષેત્રની સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી સરકારની છે અને તે દિશામાં જરૂરી તમામ પગલાં લેવાશે. મહારાષ્ટ્રનો વિકાસ દર આગામી વર્ષમાં બે આંકડામાં લઈ જવાનો સંકલ્પ છે. સરકાર ખેડૂતોની પાછળ મજબૂત ઊભી રહેશે. માટે વિવિધ યોજનાઓ પ્રસ્તાવિત હોવાનું તેમણે જણાવ્યું હતું.

જળ સિંચાઈ વિભાગ માટે રૂ. 8,233 કરોડની જોગવાઈ, જળયુક્ત શિવાર માટે હમણાં સુધી રૂ. 1600 કરોડ આપ્યા છે, આગામી વર્ષ માટે રૂ. 1200 કરોડની જોગવાઈ,

...અનુસંધાન પાના નં.6

જળયુક્તશિવારના માધ્યમથી દર વર્ષે 5 હજાર ગામોને દુકાળમુક્ત કરવાનો ધ્યેય છે. મરાઠવાડામાં કૃષ્ણા ખીણ પાણી પ્રકલ્પ આગામી 4 વર્ષમાં પૂર્ણ કરાશે.

પાણીની અછતના ભાગો માટે ચાર વર્ષમાં પાણી પુરવઠા પ્રકલ્પ પૂર્ણ કરાશે. પંજાબરાવ દેશમુખ સવલત યોજના માટે રૂ. 125 કરોડની જોગવાઈ, કૃષિ પંપ જોડાણ માટે રૂ. 979 કરોડની જોગવાઈ, એગ્રો માર્કેટ માટે રૂ. 50 કરોડની જોગવાઈ કરાઈ છે. વીજ જોડાણ માટે રૂ. 981 કરોડ, કૃષિ ક્ષેત્રની આવક 2021 સુધી બેગણી કરાશે.

મરાઠવાડાના 4000 ગામ, વિદર્ભનાં 100 ગામમાં ખેતી રક્ષણ આપવા માટે નાનાજી દેશમુખ કૃષિ સંજીવની પ્રકલ્પ જાહેર કરાયો છે. નિયમિત કરજ ભરતા ખેડૂતો કરજ બોજ વધારે નહીં, નિયમિત કરજ ભરતા ખેડૂતોને લાભ થાય એવી યોજના લવાશે. ખેકડા ઊપજ કેન્દ્ર સિંધુદુર્ગમાં ઊભું કરવા માટે રૂ. 9.31 કરોડની જોગવાઈ મુંબઈ વિદ્યાપીઠના અર્થશાસ્ત્ર વિભાગ માટે રૂ. 25 કરોડ, ઝીંગા બીજ ઉત્પાદન યોજના મોટે પાયે અમલ કરાશે. માગે તેને ખેતીના તળ યોજના માટે રૂ. 225 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

4511 કરોડની મહેસૂલી ખાધવાળુ બજેટ રજૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો