તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ભિલોડાના ભટેળા ગામમાં ખેડૂતની હત્યા કરનારા ચારને આજીવન કેદ

ભિલોડાના ભટેળા ગામમાં ખેડૂતની હત્યા કરનારા ચારને આજીવન કેદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભટેળામાં દોઢ વર્ષ અગાઉ તળાવવાળી જમીન ખેડવા બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ તેની અદાવત રાખી ગામના જ ચાર શખ્સોએ ખેડૂત ઉપર કુહાડી અને લાકડીઓથી હુમલો કરીને તેની હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. આ કેસ સેશન્સ કોર્ટ મોડાસામાં ચાલી જતાં ન્યાયધીશ વી.બી. ગોહિલે ચાર આરોપીઓને તકસીરવાન ઠેરવીને દરેકને આજીવન કેદની સજા ફટકારતાં કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઇ ગયો હતો. દોઢ વર્ષ અગાઉ ભિલોડા તાલુકાના ભટેળા તળાવ પાસે આવેલી જમીન મૃતક રમેશભાઇ મંગાભાઇએ ખેડી હતી. આ જમીન ખેડતાં ગામના અન્ય શખ્સોએ રમેશભાઇને જમીન ખેડવા બાબતે ઠપકો આપ્યો હતો. તેની અદાવત રાખીને તા. 4 જુલાઇ 2016ના રોજ આઠ કલાકે ગામના જ ચાર શખ્સો કુહાડી અને લાકડીઓ લઇને રમેશભાઇના ઘરે દોડી ગયાં હતા અને જમીન અમારી છે. તેમ કહીને ઉશ્કેરાઇ ગયા હતા અને ખેડૂતના માથામાં કુહાડીના ઘા ઝીંકી દીધા હતા.

આ સમયે અન્ય લોકો ઝઘડામાં વચ્ચે પડતાં તેમને પણ લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતાં આ ચારેય શખ્સો ખેડૂતને ખેતરમાં ખેંચી ગયાં હતા અને ત્યાં તેને કુહાડીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

આમને થઇ સજા
રણછોડ સોમા ડામોર ઉં.વ. 40, જીજ્ઞેશ ઉર્ફે બાવો સુરજીભાઇ ડામોર ઉં.વ. 26, રાજેશ ઉર્ફે સળુ લાલાજી ડામોર ઉં.વ. 35, મનજી લાલજી ડામોર ઉં.વ. 50 તમામ રહે. ભટેળા

અન્ય સમાચારો પણ છે...