તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • Kadi કડીના ઢોરીયા પાસે ટોળાએ ASK કંપનીની સ્ટાફ બસના કાચ ફોડ્યા

કડીના ઢોરીયા પાસે ટોળાએ ASK કંપનીની સ્ટાફ બસના કાચ ફોડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી | કડીના ઢોરીયા નજીક આવેલી એએસકે કંપનાની સ્ટાફ બસને કેટલાક લોકોએ અટકાવી પરપ્રાંતિયો સાથે અણછાજતુ વર્તન કરી બસનાં કાચ તોડ્યા હતા. કડીની તીર્થ રેસીડેન્સીમાં શુક્રવારે હલ્લાબોલ કરી હોબાળો મચાવ્યો હતો. ગુરુવારે ઇન્દ્રાડમાં થયેલી તોડફોડમાં કરાયેલી 14 જણાની અટકાયતમાં શુક્રવારે તમામને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તમામના જામીન નામંજુર કર્યા હતા.

ઈન્દ્રાડમાં પરપ્રાંતિય કોલોની પર હુમલો કરનારા 14ના કોર્ટે જામીન નામંજૂર કરતાં તમામને જેલ હવાલે કરાયા
બાળકી પર દુષ્કર્મને લઇ કડીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિને પગલે શુક્રવારે આઈ.જી,એસ.પી એ દિવસભર કેમ્પ રાખ્યો હતો. શહેરમાં ચારે બાજુ દેત્રોજ રોડ, છત્રાલ રોડ, નાનીકડી રોડ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમ છતાં કડી-દેત્રોજ રોડ સ્થિત ઢોરીયા નજીક આવેલ એએસકે કંપનીની સ્ટાફ બસ શુક્રવારે સાંજે ઢોરીયા ગામ નજીક પહોંચતાં કેટલાક શખ્સોએ લક્ઝરીને અટકાવી અણછાજતુ વર્તન કરીને બસના કાચ તોડી નાખી હલ્લાબોલ કરી મુક્યો હતો. જ્યારે કડીની તિર્થ રેસીડેન્સી નજીક શુક્રવાર મોડી રાતે કેટલાક શખ્સોએ પરપ્રાંતિયોને નિશાન બનાવી હલ્લાબોલ કરી મુકતા હોબાળો મચી ગયો હતો.

પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી કાબુ મેળવ્યો હતો. જ્યારે ઈન્દ્રાડ ગામે ગુરૂવારે રાતે પરપ્રાંતિય કોલોની પર હલ્લાબોલ કરી તોડફોડ કરનારા 14 શખ્સોની પોલીસે અટકાયત કરી હતી. જેમને શુક્રવારે કડી કોર્ટ સમક્ષ હાજર કરતાં કોર્ટે તમામના જામીન નામંજુર કરી જેલ હવાલે કર્યા હતા.

ટોળાએ રસ્તામાં જ બસને અટકાવી કાચ તોડ્યા હતા.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...