નાનીકડી હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ પર હુમલો

અગાઉના ઝઘડાની અદાવત રાખી ગેટ બહાર વિદ્યાર્થીઓને બોલાવી આઠ શખ્સો તલવારના ઘા ઝીંકી ભાગી ગયા, બે ગંભીર ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:05 AM
નાનીકડી હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ પર હુમલો
નાનીકડી સ્થિત મેઘના કેમ્પસની હોસ્ટેલમાં રહી અભ્યાસ ત્રણ વિદ્યાર્થીઓ પર અગાઉના ઝઘડાની અદાવત રાખીને આઠ શખ્સોએ ગુરુવારે બપોરે તલવાર,લાકડીઓ સાથે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. જેમાં બેન ઈજા પહોંચી હતી.

વિરમગામનો ૠત્વિજ પટેલ નાનીકડીની મેઘના કેમ્પસની હોસ્ટેલમાં રહી બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની સાથે હોસ્ટેલમાં સાણંદનો ભાર્ગવ ગઢવી અન્ય વિદ્યાર્થીઓની રૂમોમાં અવર જવર કરી ખલેલ પહોંચાડતો હતો. તેને ૠત્વિજ પટેલે અન્ય વિદ્યાર્થીઓની રૂમોમાં નહી જવા ઠપકો આપતા અદાવત રાખીને ભાર્ગવે અન્ય સાથે મળીને ૠત્વિજ સાથે અવાર ઝઘડો કરતો હતો. ગુરૂવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ૠત્વિજના મિત્ર તુષાર પટેલને ફોન કરી ઝઘડાનું સમાધાન કરવા માટે ૠત્વિજને લઈ કેમ્પસ બહાર કોલેજના ગેટ બહાર બોલાવ્યા હતા. દરમિયાન આઠ શખ્સો હાથમાં તલવાર, લાકડી, ધોકા સાથે ઊભા હતા. બંને છાત્રો આવતાં જ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. જેમા ૠત્વિજને પેટના ભાગે તલવાર વાગી હતી. જ્યારે તુષારને મોઢાના ભાગે અને એક વિદ્યાર્થીને હાથે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

હુમલા દરમિયાન બૂમાબૂમ થતાં હુમલાખોરે ભાગી ગયા હતા. ૠત્વિજને ઈજાગ્રસ્ત હાલતમા ભાગ્યોદય હોસ્પિટલ, અન્ય બે વિદ્યાર્થીઓને રિધમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. બનાવને પગલે કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હથિયારો કબ્જે કરી ૠત્વિજ પટેલના નિવેદન આધારે ભાર્ગવ મહોબ્બતસિંહ ગઢવી (સાણંદ)તથા વાઘેલા મિતરાજ સહિત આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી પીઆઈ પી.એસ.ગઢવીએ તપાસ હાથ ધરી હતી.નાનીકડી સ્થિત મેઘના કેમ્પસની હોસ્ટેલમાં રહી અભ્યાસ ત્રણ વિદ્યાર્થીઓ પર અગાઉના ઝઘડાની અદાવત રાખીને આઠ શખ્સોએ ગુરુવારે બપોરે તલવાર,લાકડીઓ સાથે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. જેમાં બેન ઈજા પહોંચી હતી.

વિરમગામનો ૠત્વિજ પટેલ નાનીકડીની મેઘના કેમ્પસની હોસ્ટેલમાં રહી બીએસસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની સાથે હોસ્ટેલમાં સાણંદનો ભાર્ગવ ગઢવી અન્ય વિદ્યાર્થીઓની રૂમોમાં અવર જવર કરી ખલેલ પહોંચાડતો હતો. તેને ૠત્વિજ પટેલે અન્ય વિદ્યાર્થીઓની રૂમોમાં નહી જવા ઠપકો આપતા અદાવત રાખીને ભાર્ગવે અન્ય સાથે મળીને ૠત્વિજ સાથે અવાર ઝઘડો કરતો હતો. ગુરૂવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ૠત્વિજના મિત્ર તુષાર પટેલને ફોન કરી ઝઘડાનું સમાધાન કરવા માટે ૠત્વિજને લઈ કેમ્પસ બહાર કોલેજના ગેટ બહાર બોલાવ્યા હતા. દરમિયાન આઠ શખ્સો હાથમાં તલવાર, લાકડી, ધોકા સાથે ઊભા હતા. બંને છાત્રો આવતાં જ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. જેમા ૠત્વિજને પેટના ભાગે તલવાર વાગી હતી. જ્યારે તુષારને મોઢાના ભાગે અને એક વિદ્યાર્થીને હાથે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

હુમલા દરમિયાન બૂમાબૂમ થતાં હુમલાખોરે ભાગી ગયા હતા. ૠત્વિજને ઈજાગ્રસ્ત હાલતમા ભાગ્યોદય હોસ્પિટલ, અન્ય બે વિદ્યાર્થીઓને રિધમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. બનાવને પગલે કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હથિયારો કબ્જે કરી ૠત્વિજ પટેલના નિવેદન આધારે ભાર્ગવ મહોબ્બતસિંહ ગઢવી (સાણંદ)તથા વાઘેલા મિતરાજ સહિત આઠ વિરુદ્ધ ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી પીઆઈ પી.એસ.ગઢવીએ તપાસ હાથ ધરી હતી.

X
નાનીકડી હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ પર હુમલો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App