તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડીના અચરાસણ નજીકની નર્મદા કેનાલમાં પ્રેમીપંખીડાંનો આપઘાત

કડીના અચરાસણ નજીકની નર્મદા કેનાલમાં પ્રેમીપંખીડાંનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીના અચરાસણ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં સ્વીફ્ટ ગાડી લઈને આવેલા અમદાવાદના બે પ્રેમીપંખીડાંએ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી.

અમદાવાદમાં રહેતા લગધીર વિસાભાઈ દેસાઈ અને પડોશી પરિણીત યુવતી શનિવારે સવારે સ્વીફ્ટ ગાડી (GH 01 KD 6118)માં કડીના અચરાસણ ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલ પર ગાડી મૂકી બંને જણાએ કેનાલમાં પડતું મૂક્યું હતું. ત્યાંથી પસાર થતાં વટેમાર્ગુએ 108ને જાણ કર્યા બાદ અંગે કડી પોલીસને જાણ કરાતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરતાં મહિલાની લાશ મળી આવી હતી. જ્યારે યુવકની મોડી રાત સુધી શોધખોળ ચાલુ હતી. એએસઆઈ બળદેવએ કહ્યું કે, આ બનાવમાં યુવક અને યુવતીના પરિવાર વચ્ચે સમજૂતી થયેલી હોઈ કોઈપણ જાતની પોલીસ કાર્યવાહી નહીં કરવા જણાવ્યું હતું.

નર્મદા કેનાલ પર કાર મુકી હતી.

અન્ય સમાચારો પણ છે...