કડીમાં વધુ 11 પાણીપૂરીવાળા પર રેડ,10 હજારનો દંડ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીમાં અખાદ્ય પાણીપૂરીથી રોગચાળો ફાટી ન નીકળે તે માટે પાલિકાની ટીમ શનિવારે હાઈવે સહિતના વિસ્તારમાં પાણીપૂરીવાળાને ત્યાં ત્રાટકી હતી. સ્થળ પરથી 100 કિલો ઉપરાંત બટાકા સહિત અખાદ્ય સામગ્રીનો નાશ કરી રૂ.10 હજારનો દંડ વસૂલ્યો હતો.

શનિવાર સવારથી પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલની સૂચનાને પગલે ચીફ સેનેટરી ઈન્સ્પેકટર સહિતની ટીમ હાઈવે વિસ્તાર સહિત પાણીપૂરીના ધંધાકીય એકમોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન પાણીપૂરીની 11 લારીઓ પર ચેકિંગ દરમિયાન સડેલા બટાકા સહિત અખાદ્ય માલસામાન જણાયો હતો. આથી 100 કિલો સડેલા બટાકા સહિતના અખાદ્ય માલસામાનનો નાશ કરાયો હતો. આ તમામ વેપારીઓ પાસેથી દંડ પેટે રૂ.10 હજાર વસૂલાયા હોવાનું ચીફ સેનેટરી ઈન્સપેકટરે જણાવ્યું હતું.

પાલિકાએ 100 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...