તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીમાં ઊજાણીમાં આવેલા 13 શખસો પત્તા ટીચવા બેસી ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રોકડ સહિત રૂ. 93,370ની મત્તા જપ્ત કરાઇ

કડીનાથોળ રોડ પર સિધ્ધેશ્વરી માતાજીના મંદિરે રવિવારે કડીના ટ્રાન્સપોર્ટરોએ ઉજાણી પ્રસંગ યોજ્યો હતો. જ્યાં આવેલા કેટલાક શખસો મંદિરની બાજુની જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળતાં ગાંધીનગર આરઆર સેલ પોલીસે રેડ પાડી રૂ. 93,300ની મત્તા સાથે 13 જુગારીઓને ઝડપી લીધા હતા. જે અંગે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધવાઇ હતી.

પોલીસે ઘટના સ્થળેથી ઝડપાયેલા કલાલ સલીમભાઇ સિપાઇભાઇ, મકવાણા શાંતિભાઇ નાથુભાઇ, સલાટ ડાહ્યાભાઇ પશાભાઇ, પરમાર નરેશ મોહનભાઇ, ઠાકોર અશોક સદાભાઇ, પટેલ મુમન જીવણભાઇ, ઓડ ઝેણાભાઇ મેલાભાઇ, પ્રજાપતિ બળદેવભાઇ પ્રભુદાસ, પ્રજાપતિ લાલભાઇ સરતાનભાઇ, ગોહિલ ચિરાગ ગણપતભાઇ, પંચાલ ડાહ્યાભાઇ બબાભાઇ, પરમાર ચિરાગભાઇ ગિરિશભાઇ, હેમલ જગદીશભાઇ શુક્લ (તમામ રહે. કડી) વિરુદ્ધ જુગારધારા હેઠળ કડી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

ગાંધીનગર આરઆર સેલની રેડથી દોડધામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો